ગુજરાત
રાજયમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવાનો એકશન પ્લાન ટુંક સમયમાં જાહેર થશે : મુખ્યમંત્રી
અમદાવાદ, તા. 29
રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ માટે રચાયેલા ટાસ્કફોર્સ દ્વારા હોસ્પિટલ બેડથી લઇ ઓકસીજન, દવાઓ, ઇન્જેકશન વગેરે મળી રહે તે માટે આયોજન થયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે માહિતી આપતા જણાવ્યું કે ટુંક સમયમાં આ અંગેનો એકશન પ્લાન જાહેર કરાશે અને કોઇપણ કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે થોડી મીનીટો સિવાય રાહ જોવી નહીં પડે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news