વડોદરા ના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમિત હોમકોરોન્ટાઇન થયેલ દર્દીઓને બે ટાઈમ જમવાની સુવિધા આપવામાં આવે છે,
રાજ્ય શહેર-જિલ્લામાં હાલની મહામારી ને લઈને અનેક સેવાભાવી ઓ દ્વારા વિવિધ સેવાકાર્યો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેર માં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ માંજલપુર દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત થયેલ હોમકોરોન્ટાઇન દર્દીઓ માટે નિ:શુલ્ક શુદ્ધ સાત્વિક આહાર સેવા શરૂ કરવામાં આવી છે જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે,
વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર માં વસતા લોકો માટે
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમિત હોમકોરોન્ટાઈ લોકો ના ઘરે ઘરે જઈ ટિફિન સેવા આપી રહ્યા છે, કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના મુકેશસિંહ રાજપૂત જણાવ્યું હતું કે જ્યારે અમે આ સેવા યજ્ઞ એપ્રિલ મહિનાથી ઘરેથી જ ચાલુ કર્યો હતો, આ નિઃશુલ્ક ભોજન સેવા વડોદરા ના માંજલપુર, તરસાલી, મકરપુરા, વડસર, દનતેશ્વર અને અટલાદરા વિસ્તાર માં આપવામાં આવે છે, રોજ સવાર સાંજ કોરોના સંક્રમિત થયેલ હોમકોરોન્ટાઈ દર્દીના ઘર સુધી જમવાનું પોહચડવામાં આવી રહ્યું છે,
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ દ્વારા ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં દર્દી ઓ ને ઘરે ઘરે જઈને સવાર સાંજ ટિફિન પહોંચાડવામાં આવે છે. આ ટિમ ના કિરણ સિંહ, કનુભાઈ માલપ, મહેશસિંહ ચૌહાણ, હાર્દિક, વિનય વસાવા, નિકુંજ, હરીશસિંહ, મિતેશ સિંહ, ગૌતમ સિંહ, ગોપાલ દરજી, કૃષ્ણા, નિખિલ, દિલીપ સિહ, વિવેક, દિલીપ જેવા અનેક કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરી નિઃશુલ્ક લોકો ને ટિફિન સેવા આપી રહ્યા છે,
કોરોના પોઝિટિવ હોમ કોરોન્ટાઇન થયેલા લોકોને તેમના ઘર સુધી ડોર-ટુ ડોર પૌષ્ટિક આહાર જમવા માટેની પૂર્તિ વ્યવસ્થા કરી સેવા બજાવી રહ્યા છે, હાલ વડોદરામાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે ત્યારે આવા કપરા સમયમાં લોકોને હર હંમેશ મદદ કરવાના ધ્યેય સાથે સેવાના કાર્યો અવિરત પણે કરવામાં આવી રહ્યા છે, હાલની સ્થિતિમાં લોકો રેપિડ ટેસ્ટ અને RT-PCR માં પોઝિટિવ આવેલા લોકો સ્વૈચ્છિક પોતાના ઘરે હોમ કોરોન્ટાઇન થઈ રહ્યા છે, તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓને બે-ટાઈમ પૌષ્ટિક જમવાનું મળી રહે તેવા હેતુથી આ કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કોઇપણ ચાર્જ વગર તેમના ઘરે પહોંચાડી રહ્યા છે.
આર્યનસિંહ ઝાલા
(NS NEWS) નૈતિક સમાચાર
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/