રાજકોટ – મોરબી પંથકનાં હાઈ-વે ઉપર ચેકીંગ, 1.70 કરોડની કરચોરી ઝડપાઈ
રાજકોટ, : કોરોનાની બીજી ઘાતક લહેર હળવી પડતા હવે જીએસટીની સ્કવોડ સક્રિય બની છે. રાજકોટ અને મોરબી જિલ્લાનાં હાઈ – વે પર જરૂરી દસ્તાવેજો વિના માલનું પરિવહન કરી રહેલા વાહનોનું ચેકીંગ કરવામાં આવતા કરચોરી ઝડપાઈ હતી. જીએસટી વિભાગે રૂ.૧.૭૦ કરોડની દંડ અને વસુલાતની કાર્યવાહી કરી હતી.
મોરબી વિસ્તારનાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી સિરામીક, મશીનરી, સ્ક્રેપનાં માલનું ખુબ મોટા પાયે પરિવહન થતુ હોય છે રોજે ગાડીઓ ભરાઈને માલ દેશભરમાં મોકલવામાં આવી રહી છે. ઈ – વે બિલ જનરેટ કરવા સહિતનાં દસ્તાવેજો, નિયત કરતા વધુ માલ ભરવો જેવા નિયમોનો ભંગ કરી લાખો – કરોડોની કરચોરી કરવામાં આવી રહી છે. દરમિયાન જીએસટીની મોબાઈલ સ્કવોડની ટીમોએ રાજકોટ, મોરબી વિસ્તારનાં હાઈ – વે પર મે મહિનામાં ચેકીંગ કરી ૬૭ વાહનોને ડિટેઈન કરી રૂ. ૧.૭૦ કરોડની કરચોરી અને દંડની વસુલાત કરી હતી.
કોરોનાની મહામારીમાં જીએસટીનાં સ્ટાફને પણ અન્ય કામગીરી સોંપવામાં આવી હતી આ ઉપરાંત સ્ટાફમાં રોટેશન ચાલતુ હતુ અને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કેટલીક કામગીરી ઠપ થઈ ગઈ હતી જો કે કરચોરી કરનારાઓએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી લાખો – કરોડોની કરચોરી કરી હતી. દરમિયાન કોરોના હળવો પડતા અને માર્ચ એન્ડીંગની કામગીરી પુરી થતા જીએસટીની જુદી જુદી વિંગ્સ હવે ફરી સક્રિય બની છે.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #GST #tax #rajkot #morbi