ટેકનોલોજી

આખરે ટ્વિટરને સરકાર સામે નમવુ પડ્યું, નવા આઈટી નિયમોનું કરવુ પડશે પાલન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનાં કેન્દ્ર સરકાર સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે છેવટે નવા આઇટી નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી સોમવારે ટ્વિટર દ્વારા દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવી છે. ટ્વિટરે હાઈકોર્ટને કહ્યું હતું કે તેણે આઇટી નિયમો, 2021 લાગુ કરી લીધા છે અને 28 મેથી ભારતમાં એક સ્થાનિક અધિકારીની નિમણૂક પણ કરી દીધી છે, જે સ્થાનિક ફરિયાદોને પહોંચી વળશે.

હાઇકોર્ટમાં, જ્યાં ટ્વિટરએ કહ્યું કે, અમે કેન્દ્રનાં કાયદાઓને માનીએ છીએ, વળી સરકારે કહ્યું છે કે તે બન્યું નથી. ગત સપ્તાહે સોશિયલ મીડિયા નેટવર્ક ટ્વિટર વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા ઈન્ફોર્મેશન ટેકનોલોજીનાં નિયમોનું પાલન ન કરવા બદલ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં ટ્વિટરને સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું તાત્કાલિક અસરથી પાલન કરવા આદેશ આપવા માંગ કરવામાં આવી હતી. એડ્વોકેટ અમિત આચાર્યએ અરજીમાં કહ્યું હતું કે, આ વર્ષે 25 ફેબ્રુઆરીએ નવા ઈન્ફોર્મેશન ટેકનોલોજીનાં નિયમો ટ્વિટર સહિતનાં તમામ સોશિયલ મીડિયા નેટવર્ક પર જારી કરવામાં આવ્યા હતા અને 3 મહિનાની અંદર તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. 25 મેનાં રોજ અંતિમ મુદત પૂરી થયા પછી પણ, ટ્વિટરએ તેના પ્લેટફોર્મ પર ટ્વીટ્સ અંગેની ફરિયાદો જાહેર કરવા માટે સ્થાનિક ફરિયાદ અધિકારીની નિમણૂક કરી નથી.

Image

કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા આચારસંહિતા માટેની માર્ગદર્શિકા) નિયમ, 2021 ને 25 ફેબ્રુઆરી, 2021 નાં ​​રોજ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયું હતું. આ અંતર્ગત, સોશિયલ મીડિયા નેટવર્ક્સે તે શોધવાનું રહેશે કે કોઇ મેસેજ પહેલા કોણે મોકલ્યો. આ સાથે, તેમને કોઈપણ પોસ્ટ, મેસેજ અંગેની ફરિયાદોનાં નિવારણ માટે સ્થાનિક ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા કહેવામાં આવ્યું છે.

#Ns news #Naitik Samachar #latest news #twitter #new it act

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button