LRD પોલીસ જવાન ને ભાણાએ માર્યો, મામા પોલીસ વહીવટદાર લક્ષ્મી અને હરી આવીને મામલો રફેદફે કર્યો !
પ્રાપ્ત વિગત અનુસાર મંગળવારે રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં રાત્રી કરફ્યુ નું પાલન કરાવવા LRD જવાન PCR વાન લઈને નાઈટ પેટ્રોલિંગમાં હાઇટેન્શન રોડ રિલાયન્સ પેટ્રોલિયમ પાસે થી પસાર થતા ત્યાં 3 જેટલા લોકો ભેગા થઈને બેઠેલા દેખાયેલા પોલીસ ની PCR વાન ને જોતાજ 2 લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ એક વ્યક્તિ ત્યાંનો ત્યાં બેઠો હતો, પોલીસ એ તેને ઝડપી પાડ્યો હતો, જોકે આ યુવક DCB પોલીસમાંથી તાજેતર માં હરણી પોલીસ મથક માં બદલી કરાયેલ અને પોલીસ વહીવટ માટે જાણીતા લક્ષ્મીકાંત દેસાઈ નો ભાણિયો હોય, તેને LRD જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ને મારા મામા પોલીસ ના વહીવટદાર છે તેમ કહી LRD જવાન ધવલ રાજુભાઇ ઉપર હુમલો કર્યો હતો, પોલીસ સાથે ઝપાઝપી માં ભણીયા નું ટી શર્ટ પણ ફાટી ગઈ હતી,ઘટના ની જાણ ગોરવા પોલીસ સ્ટેશન ના PSI ને થતા તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા,
આ સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશન પોહચતા ની સાથે જ ગોરવા પોલીસ મથક ના PI આર,સી,કનામીયા પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા,
સાથે સાથે સૂત્રો ના જણાવ્યા અનુસાર પોલીસ એ વહીવટદાર લક્ષીકાંત દેસાઈ ને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતા, વહીવટ માટે જાણીતા લક્ષીકાંત દેસાઈ અને હરી દેસાઈ એ પોલીસ સ્ટેશન આવી ને રોફ જમાવી મારા ભણીયા ને પોલીસ એ કેમ માર્યો ? તેવા આક્ષેપો સાથે દલીલ કરી! પોલીસ સામે ફરિયાદ નોંધવા જણાવતા પોલીસ જવાનો પણ ચોંકી ઉઠ્યા હતા,
અંગત સૂત્રો તરફ થી મળેલ માહિતી પ્રમાણે વહીવટ માં જાણીતા લક્ષીકાંત દેસાઈ ના વગના કારણે સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો,
આ સમગ્ર બનાવ માં ખરેખર જાહેરનામા નો ભંગ અને સરકારી કર્મચારી ની ફરજમાં અડચણનો ગુનો બનતો હોવા છતાં ગોરવા ના PI કનામીયા એ કોઈ પણ પ્રકાર ની ફરિયાદ દાખલ કર્યા વગર મામલો રફેદફે કરતા પોલીસ જગત માં વધુ એક વિવાદ ઉભો કર્યો હોય તેમ દેખાઈ રહ્યું છે,
પોલીસ ના અંગત સૂત્રો તરફ થી મળતી માહિતી અનુસાર ગોરવા પોલીસ સ્ટેશન ના PI કનામીયા અને પોલીસ વહીવટદાર લક્ષીકાંત દેસાઈ હુમલાખોર ભાણીયા ના મામા ની વચ્ચે અને હરી દેસાઈ વચ્ચે જુના વહીવટી સબંધ હોવાથી સમગ્ર મામલા ને રફેદફે કરી દેવાયો,
પ્રાપ્ત વિગત અનુસાર આ હુમલાખોર ભાણિયો મામા લક્ષીકાંત દેસાઈ અને હરી દેસાઈના વહીવટ ના રૂપિયા વ્યાજે ફેરવી વ્યાજખોર નો ગેરકાયદેસર ધંધો કરે છે,
આ સમગ્ર મામલે LRD જવાન પર આવા માથાભારે તત્વો દ્વારા હુમલો કરી હુમલાખોરો ઉપર કોઈ પણ પ્રકાર ની ફરિયાદ ના થતા LRD પોલીસ જવાનો નું મનોબળ તૂટી રહ્યું છે,
CCTV કેમેરા ની તપાસ થાય તો સમગ્ર સત્ય બહાર આવશે!
શુ આ ઘટના પર ઉચ્ચ અધિકારીઓ કોઈ યોગ્ય તપાસ કરી LRD જવાન ને ન્યાય અપાવશે??
સાથે ગુન્હા ને દબાવવાનો પ્રયાસ કરનારા પોલીસ અધિકારી અને વહીવટદાર ઉપર યોગ્ય કાર્યવાહી કરશે??
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/