ટેકનોલોજી

ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જવા મુદ્દે ફેસબુક સામે તપાસ

ફેસબુક સામે ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જી દીધી હોવા મુદ્દે યુરોપિયન સંઘ અને બ્રિટિશ સરકારે તપાસ શરૃ કરી છે. એન્ટી ટ્રસ્ટ અંતર્ગત ફેસબુક સામે તપાસ થશે.
યુરોપિયન સંઘ અને બ્રિટિશ રેગ્યુલેટરીએ ફેસબુક સામે તપાસનો આદેશ આપ્યો છે. ફેસબુકે ઓનલાઈન જાહેેરાતોમાં મોનોપોલી સર્જીને સ્પર્ધા ખતમ કરી દીધી હોવાની ફરિયાદ ઉઠી છે. ફેસબુકે યુઝર્સના ડેટામાં ગરબડ કરીને ચોક્કસ પ્રકારની જાહેરાતો દર્શાવવાનું શરૃ કર્યું હોવાથી એ દિશામાં તપાસ કરાશે.
કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં અન્ય સ્પર્ધકોને પાછળ પાડવા માટે ફેસબુક જાણી જોઈને યુઝર્સના ડેટા સાથે છેડછાડ કરે છે અને એ રીતે જાહેરાતો બતાવવામાં મોનોપોલી સર્જે છે. ફેસબુક કંપની તેની પોઝિશનનો લાભ લઈને સ્પર્ધા ખતમ કરી રહી છે.
જો ફેસબુક સામે આ આરોપ સાબિત થશે તો યુરોપિયન સંઘ અને બ્રિટિશ રેગ્યુલેટરી તેના પર દંડ ફટકારશે. ઉલ્લેખનીય છે કે યુઝર્સના ડેટા મુદ્દે અગાઉ પણ ફેસબુક પર યુરોપિયન સંઘે દંડ ફટકાર્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button