SC નો મહત્વનો નિર્ણય / જો ગ્રાહકને બિલ્ડર ઘર સમયસર નહીં આપે તો વ્યાજ સહિત આપવા પડશે પૂરા રૂપિયા
ઘર ખરીદનારાઓના હિતને ધ્યાનામાં રાખીને સુપ્રીમ કોર્ટએ એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. હવે બિલ્ડર ઘર ખરીદવા પર એકતરફી કરાર નહીં કરી શકે. કોર્ટએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ઘર ખરીદનારા એકતરફી શરતો સ્વીકારવા માટે બંધાયેલા નથી. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કોર્ટએ એપાર્ટમેન્ટ ખરીદનારના કરારની શરતને એકતરફી અને ગેર વ્યાજબી હોવાનું વાજબી વેપાર પ્રથા કરાર કરી હતી.

જો સમયસર ડિલિવરી નહીં કરવામાં આવે તો વ્યાજ સાથે પૈસા પરત આપવાના રહેશે. આ સાથે જ અદાલતે કહ્યું હતું કે, જો બિલ્ડર પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરીને ગ્રાહકને નહીં આપે તો તેણે ઘર ખરીદનારને તેના સંપૂર્ણ પૈસા પરત આપવાના રહેશે તેમજ વ્યાજ પણ ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં પૈસા 9 ટકાના વ્યાજ સાથે પરત આપવાના રહેશે.
શું છે સમગ્ર મામલો?
ગુરુગ્રામના એક પ્રોજેક્ટ પર સુનાવણી દરમ્યાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. એક પ્રોજેક્ટ બિલ્ડરે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ મામલે કોર્ટે બિલ્ડર સામે કડક વલણ અપનાવ્યું હતું. આ મામલો એક કરોડ 60 લાખ રૂપિયાની રકમનો હતો. કોર્ટે કહ્યું હતું કે જો આ આદેશનું પાલન ન કરવામાં આવે તો ઘર ખરીદનારને સંપૂર્ણ રકમ 12% વ્યાજ સાથે પરત આપવાની રહેશે.

વગર વેચાયેલા મકાનોની સંખ્યા ઘટાડવી બિલ્ડરો માટે મોટો પડકાર
વર્ષ 2020 કોરોના વાઇરસ મહામારી છતાંય હાઉસિંગ સેક્ટર માટે સારું રહ્યું. કારણ કે 2020માં વેચાયેલા વગરના મકાનોની સંખ્યા નવ ટકાથી નીચે આવી છે, જે બિલ્ડરો માટે મોટો પડકાર હોય છે. ગયા વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન નવા મકાનોના સપ્લાય અને વેચાણમાં નોંધપાત્ર સુધારો થયો હતો. હાઉસિંગ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગરે ‘રીઅલ ઇનસાઇટ ક્યૂ4 2020’ નામનો એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં દેશના આઠ મોટા શહેરોમાં હાઉસિંગ માર્કેટની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.