વડોદરા ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ સહિત 17 ઈસમો જુગાર રમતા ઝડપાયા ; પોલીસ ઉંચકી ગઈ ! રૂ. 2 લાખ ની મત્તા કબ્જે કરી !

વડોદરા માં ભાજપ ના આગેવાન તેમજ અન્ય 2 ભાજપ ના કાર્યકરો મળી કુલ 17 જુગારીઓ ને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી કરતા ભારે ચકચાર મચી ગઇ હતી.
વિગતો મુજબ વડોદરા ના ગોત્રી રોડ સ્થિત શિવાલય હાઇટસમાં જુગાર રમી રહેલા વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર ભાઈ ઉર્ફે લાલો સોલંકી તથા ભાજપના 2 કાર્યકર મળી 17 જુગારીઓ ને પોલીસે ઉંચકી લીધા હતા અને બે લાખની મતા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ ગોત્રી ખાતેના શિવાલય હાઇટ્સ માં અમરિષ ઠાકોર નામનો ઈસમ પોતાના ઘરે જુગાર નો અડ્ડો ચલાવતો હોવા અંગેની બાતમી ગોત્રી પોલીસને મળતાં પોલીસે ગત સાંજે દરોડો પાડતા અહીં જુગાર રમી રહેલા ભાજપ ના આગેવાન સહિત 17 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી અમરિષ ઠાકોર, જયેશ શંકરભાઇ ખારવા, કિરીટ સંપતભાઇ જાની, નિતેશ કિરીટભાઇ જોશી, પંકજ ઠાકોરભાઇ સોની, નામદેવ ગોપાલભાઇ તીડકે, અક્ષીતસિંહ રાજેન્દ્રસિંહ રાજ, મિતેશ રાયસીંગભાઇ ઠાકોર, હસમુખ બાબુભાઇ માળી, રફીક મહંમદહુસેન શેખ, નિતીન મહાદેવભાઇ પવાર, રાજેન્દ્ર રામચન્દ્ર ધોત્રે, ઇરફાન યુસુફભાઇ પટેલ, સાવધાન ફકીરભાઇ સોનવણે, કુણાલ મહાદેવ પવાર તથા મુખત્યાર હશન પઠાણ, વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો ચન્દ્રસિંહ સોલંકી ની અટકાયત કરવા સાથે જુગારીઓ પાસેથી 41,400 રુપીયા રોકડા તથા 15 મોબાઇલ ફોન તથા જમીનદાવ પરના 66,150 રુપિયા રોકડા મળીને 2,00,550 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.