વ્યાપાર

ગિફ્ટ સિટીમાં હવે દરિયાઇ વેપારને લગતી આ સુવિધાઓ પણ મળશે

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં દેશનું પહેલું ઇન્ટરનેશનલ મેરીટાઇમ સર્વિસ કલસ્ટર સ્થપાશે. આ કલસ્ટર ગુજરાત મેરાટાઇમ બોર્ડ સ્થાપી રહ્યું છે જેમાં બંદરિય સેવાઓ, શિપીંગ અને લોજીસ્ટિક સેવાઓ પ્રદાન કરાશે.

આ મેરીટાઇમ કલસ્ટર ઇકો સિસ્ટમ તરીકે વિકસિત કરવામાં આવશે જે સહભાગીઓની નિકટતા અને ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રે એ કહ્યું છે કે આ કલસ્ટરની મદદથી ભારતની આર્થિક સદ્ધરતા અને ઓળખ પ્રસ્થાપિત થશે.

ગિફ્ટ સિટીએ દેશનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે. જીએમબીના વાઇસ ચેરમેન અને સીઇઓ અવંતિકા સિંહે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ પ્રકારનો વ્યાપારી દરિયાઇ લેવા કલસ્ટર હશે, જે દરિયાઇ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા અને આત્મનિર્ભરતા વધારવા તેમજ અનેક સોલ્યુશન પ્રદાન કરવા માટે મહત્વનો રહેશે.

ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક કક્ષાની બેન્કીંગ સુવિધા અને સંસ્થાઓ છે, જે કલસ્ટર માટે આર્થિક સદ્ધરતા, સહયોગ અને વ્યવસાયિક તકો માટે પ્રોત્સાહિત કરશે. આ સાથે મેરીટાઇમ એજ્યુકેશનની એક પ્રિમિયર સંસ્થા ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી પણ ગિફ્ટ સિટીમાં સ્થપાઇ રહી છે.

આ કલ્સ્ટર મેરીટાઇટ અને શિપીંગ સેક્ટરમાં એક વૈકલ્પિક વિવાદ સમાધાન કેન્દ્ર એટલે કે ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિસોલ્યુશન માટે પણ કામ કરશે, જે દરિયાઇ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આર્થિક લાભ અને વ્યાપારમાં આસાની સુનિશ્ચિત કરશે, જે અત્યારે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર પર નિર્ભર છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button