પાલેજ માંથી ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપાઇ

પાલેજમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી…
પાલેજ રેલવે સ્ટેશન નજીકથી એક મહિલા બુટલેગરને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રીય માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસે એસ રાઠોડ તથા પાલેજ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ શંકરભાઈ નગરીયા, અશોકભાઇ કાનજીભાિઇ શિવાંગસિંહ પ્રતાપસિંહ તેમજ સ્ટાફના અન્ય માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે પાલેજ રેલવે સ્ટેશન તરફથી એક મહિલા બુટલેગર દારૂ સાથે પાલેજના ડુંગળી પાર્ટ રફ આવવાની છે.
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી મહિલા આવતા તેને રોકી મહિલાનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ દમયંતીબેન દશરથ મિસ્ત્રી રહે ગણદેવી જી નવસારી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેના હાથમાં રહેલા બે કાળા થેલા તપાસતા થેલામાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ૧૮૦ એમ એલના પાઉચ નંગ ૬૧ એક પાઉચની કિંમત રૂપિયા પચાસ લેખે કુલ રૂપિયા ૩,૦૫૦ તથા બીજા થેલામાં ૧૮૦ એમ એલની બોટલ નંગ ૫૦ એક પાઉચની કિંમત રૂપિયા ૫૦ લેખે કુલ રૂપિયા ૨,૫૦૦ તથા તમામ પાઉચ તથા ક્વોર્ટર્સ કંપનીની સીલવાળી કુલ બોટલ નંગ ૧૧૧ મળી કુલ કિંમત રૂપિયા ૫,૫૫૦ ના દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે મહિલાની સઘન પૂછપરછ કરતાં ઝડપાયેલો દારૂ બીલીમોરા બંદર ઉપર માછીએ આપ્યો હતો અને પાલેજ ખાતે ડુંગળીપાળ પર રહેતી મીનાબેન ઉર્ફે મિકા મહેશનાને આપવાનો હતો તેવું જણાવ્યું હતું પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલી મહિલા બુટલેગર વિરુદ્ધ નશાબંધી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…