ક્રાઇમ

ભારત- બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયો ચીની જાસૂસ, 2 વર્ષમાં 1300 ભારતીય સિમ ચીન લઈ ગયો, ત્યાં કરતા હતા એવું કે…

ચીની જાસૂસ ગત 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જઈ ચૂક્યો છે. તેઓ સિમ કાર્ડથી કરી રહ્યા છે એવું કે…

  • બીએસએફએ ચીની જાસૂસની 36 કલાક પૂછપરછ કરી
  • ગત 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ ગયો
  • નકલી દસ્તાવેજોના આધાર પર બન્ને ભારતીય સિમ ખરીદતા હતા

બીએસએફએ ચીની જાસૂસની 36 કલાક પૂછપરછ કરી

બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી દાખલ થનારા ચીની જાસૂસની 36 કલાક પૂછપરછ બાદ બીએસએફએ તેને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપ્યો છે. હવે આગળની કાર્યવાહી બંગાળ પોલીસ કરશે.

ગત 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ ગયો

ચીની જાસૂસ હાન જુનવેની આખરી પુછપરછમાં ખુલાસો થયો કે ગત 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જઈ ચૂક્યો છે. બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમનાં જુનવે આ એ વાતનો ખુલાસો કર્યો કે આ સિમ કાર્ડથી ભારતમાં મહત્વના અકાઉન્ટને હેક કરવા અને તેમાંતી ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવે છે. લોકોના અકાઉન્ટ્સમાંથી મની ટ્રાન્જેક્શનથી પૈસા ઉઠાવી લેતા હતા.

નકલી દસ્તાવેજોના આધાર પર બન્ને ભારતીય સિમ ખરીદતા હતા

બીએસએફના જણાવ્યાનુસાર જૂનવેએ ગત વર્ષ 2019માં ગુરુગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સૂન જિયાંગની સાથે સ્ટાર- સ્પ્રિંગ નામની એક મોટી હોટલ ખોલી હતી. પરંતુ આ બન્ને હોટલની આડમાં જાસૂસી કરતા હતા. નકલી દસ્તાવેજોના આધાર પર બન્ને ભારતીય સિમ ખરીદતા હતા. એ બાદ અંડરગારમેન્ટ્સમાં આ સિમ કાર્ડને છુપાવીને ચીન લઈ જતા હતા. ચીનમાં આ સિમ કાર્ડ્સનો ઉપયોગ અકાઉન્ટ હેક કરવામાં આવતો હતો. જો કે બીએસએફે એ વાતનો ખુલાસો નથી કર્યો કે આખરે હેકિંગની પાછળ કોણ છે અને તેનો શું ઈરાદો છે.

યુપી પોલીસની એટીએસે નકલી સિમ કાર્ડ ખરીદીના આરોપમાં ઝડપ્યો હતો

બીએસએફના જણાવ્યાનુંસાર થોડા સમય પહેલા સુન જિયાંગને યુપી પોલીસની એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોરડ(એટીએસ)એ નકલી સિમ કાર્ડ ખરીદીના આરોપમાં ઝડપ્યો હતો. જો કે આ પહેલા ગેર કાયદેયર રીતે બાંગ્લાદેશ બોર્ડરના માધ્યમથી ભારતમાં દાખલ થયેલા બીએસએફે હાનને માલદા જિલ્લાના સુલ્તાનપુર બીઓપી નજીક ઝડપી પાડ્યો હતો.

પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તેને પકડી પાડ્યો

હાને પુછપરછમાં જણાવ્યું કે પહેલી વાર તે 2010માં હૈદરાબાદ આવ્યો હતો. 4 વાર તો તે બિઝનેસ વિઝા લઈને ભારત આવ્યો હતો. હાલનો પાસપોર્ટ ચીનના હુબેઈ પ્રાંતમાં એટલે કે જાન્યુઆરી 2021માં ઈશ્યૂ થયો. તેના પાસપોર્ટ પર બાંગ્લાદેશના વીઝા છે. તે 2 જૂને બાંગ્લાદેશ પહોંચ્યો ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયે અને 10 જૂન સવારે ભારત- બાંગ્લાદેશ સિમા પર નદી કિનારાથી પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તેને પકડી પાડ્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button