GEB કોયલી ની પ્રિ મોન્સૂન કામગીરી ઝીરો! વારંવાર વીજ કપાત થી સ્થાનિકો હેરાન પરેશાન.
ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ કોયલી ના ત્રાસ થી સરપંચો અને આગેવાનો ભેગા મળી વિરોધ કરી GEB ઓફીસ કોયલી ખાતે રજુઆત કરી
છેલ્લા કેટલાય મહિનાઓ થી પ્રિ મોન્સૂન કામગીરી ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા કરવામાં આવી નથી જેથી વરસાદી ઋતુ માં વારંવાર સ્પાર્ક થવાથી અને ઝાડ વીજ તાર સાથે અથડાતા વીજ સપ્લાય કટ ઓફ થઈ જાય છે, વારંવાર આવી સમસ્યા થી આજુ બાજુ ના ગ્રામજનો ખુબજ મોટી સમસ્યા સર્જાય છે, વારંવાર રજુઆત કરવા છતાં ઊંઘેલ અધિકારીઓ ના જાગતા આજ રોજ ગામ ના આગેવાનો અને સરપંચો ભેગા મળી ને વડોદરાના કોયલી GEB ખાતે ઉગ્ર રજુઆત કરી હતી,
સ્થાનિકો ના કહેવા પ્રમાણે લોકલ વાયર મેન અને કોયલી ફરિયાદ પર કોઈ ફોન પણ નથી ઉપાડતું અને કોઈ જવાબ પણ નથી આપતું
વારંવાર વીજ સપ્લાય ની સમસ્યા થી કંટાળી ને આજ રોજ કોયલી અનગઢ ના સરપંચ અને સાથે સામાજિક આગેવાનો દ્વારા કોયલી ખાતે આવેલ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ માં જઈને વિરોધ દર્શાવી રજુઆત કરી હતી,
આર્યનસિંહ ઝાલા
NS NEWS
www.nsnews.in