ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 133.17 કરોડને પાર

છેલ્લા ચોવીસ કલાકમાં 19 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.37%, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 7,350 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (91,456), 561 દિવસમાં સૌથી ઓછુ સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.69%) 29 દિવસથી 1% કરતા ઓછો
છેલ્લા 24 કલાકમાં 19,10,917 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 133.17 કરોડ (1,33,17,84,462)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,38,93,021 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
HCWs
પ્રથમ ડોઝ
1,03,85,628
બીજો ડોઝ
96,00,597
FLWs
પ્રથમ ડોઝ
1,83,83,021
બીજો ડોઝ
1,66,93,235
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
પ્રથમ ડોઝ
47,85,34,066
બીજો ડોઝ
27,04,21,555
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
પ્રથમ ડોઝ
18,96,04,286
બીજો ડોઝ
13,35,62,704
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
પ્રથમ ડોઝ
11,85,50,001
બીજો ડોઝ
8,60,49,369
કુલ
1,33,17,84,462
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,41,30,768 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,973 દર્દીઓ સાજા થયા છે.આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.37% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
46 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 7,350 નવા કેસ નોંધાયાછે
સક્રિય કેસનું ભારણ હાલમાં 91,456 છે, 561 દિવસમાં સૌથી ઓછા છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.26% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,55,692 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 65.66 કરોડથી વધારે (65,66,72,451) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.69% છે જે છેલ્લા 29 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.686% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 70 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 105 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.