પદમલા NH NO-8 પાસે પંજાબ સર્વિસ સ્ટેશન ની ઘોર બેદરકારી
પદમલા NH NO -8 જૈન મંદીર સામે પંજાબ સર્વિસ સ્ટેશન નામે કેમિકલ ટેન્કરો ધોવાનો ધંધો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે.
જેમાં કેમિકલ ટેન્કરો સાથે અન્ય કેટલીક ગાડી ધોવામાં આવી રહી છે,
તેનુ ગંદુ કેમિકલ વાળૂ પાણી ગૌચરની જમીનમાં રહી સીધું મીની માં ભળી જાય છે જેના લિધે ગૌચરની ની જમીન સાથે મીની નદીનુ પાણી પ્રદુષિત થંઈ રહું છે
અને અમુક ચોક્કસ કેમિકલ વાળા ટેન્કરો અહી ખાશ ધોવામાં આવે છે,
જે ખરેખર અતી ખતરનાક હોય છે, જેથી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મડેલો છે,
મળતી માહિતી આધારે અમુક લોકોનુ કહેવુ છે કે આ પંજાબ સર્વિસ સ્ટેશનને કાયમને માટે બંધ કરી દેવામાં આવે તો મીની નદી નું પાણી ખરાબ થતા અટકાવી શકાય,
બીજી અનેક વાતો ના આધારે આ સર્વિસ સ્ટેશન ના માલીક જ્ઞાની સરદાર અમુક લોકોને હપ્તા પણ આપે છે, કોઈ પત્રકાર વિડીઓ કે પુછપરછ કરે છે તો તે મિડિયા વાડા ને ધાક ધમકી પણ આપે છે,
વધુ માં આવા કેમિકલ વાળા ટેન્કર ધોહવા માટે ની GPCB માંથી પરમિશન પણ લેવાની હોય છે , પંજાબ સર્વિસ સ્ટેશન ના મલિક જ્ઞાની સરદાર દ્વારા સર્વિશ સ્ટેશન ના નામે કેમિકલ વાળા ટેન્કર ધોહવા વાનું એક ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું છે,