જીવનશૈલી
પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 11/01/2022 ના રોજ 15:00 કલાકે સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, આશ્રમ રોડ, અમદાવાદ-380009 ખાતે કરવામાં આવેલ છે.
તો આ ડીવીઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ ને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 02/01/2022 સુધીમાં શ્રીમતી પી.બી.શાહ, આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, આર.એમ.એસ ઓફિસ, અમદાવાદ-380009 ને મળી જાય તે રીતે મોકલી આપવી.