જીવનશૈલી

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા પાલનપુર-સાબરમતી રેલ્વે વિભાગનું વાર્ષિક નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા પાલનપુર-સાબરમતી રેલ્વે વિભાગનું વાર્ષિક નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ ડિવિઝનના પાલનપુર-સાબરમતી રેલવે વિભાગનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તેમણે આ વિભાગમાં આવતા રેલવે ક્રોસિંગ, બ્રિજ, ટ્રેક મેન ટીમ, પોઈન્ટ અને ક્રોસિંગ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ, ટ્રેકના વળાંકો, નાની અને મોટી ટ્રાફિક કોલોનીઓ વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.પાલનપુર સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમણે પાલનપુર સ્ટેશન, રનિંગ રૂમ, ક્રૂ લોબી, ARME, RRIનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી કંસલે પાલનપુર માં નવી બંધાયેલી પાર્સલ ઓફિસ, સીસીટીવી મોનિટરિંગ રૂમ, નવો વિકસિત લેડીઝ ક્રુરેસ્ટ રૂમ, ચિલ્ડ્રન પાર્ક, ઓપન જિમ, 12 યુનિટ ક્વાર્ટર્સ અને ચિલ્ડ્રન ગાર્ડન, પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ (PMS) ઓપરેશન્સ વિભાગ દ્વારા બનાવેલ ઈ-સેફ-ઓપરેશન અને સેફ્ટી પોસ્ટરો ડિજિટલી પ્રદર્શિ નું લોકાર્પણ કર્યું હતું. ઉમરદશી અને છાપી વચ્ચે આવેલ પુલ નં. 883 નું નિરીક્ષણ, સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ, સિદ્ધપુર ખાતે માઈનોર કોલોની (682 km)નું નિરીક્ષણ અને ગાર્ડન અને ટુલ રૂમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરમાં સ્ટેશન, માઈનોર કોલોનીનું નિરીક્ષણ કર્યું તેમજ કોલોની ગાર્ડન, ગેંગ ટુલ કમ રેસ્ટ રૂમ અને સોલાર વોટર કુલરનું ઉદ્ઘાટન કર્યું. ઊંઝા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સલામતી વિભાગ દ્વારા પેસેન્જર સેફ્ટી અવેરનેસ પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.મહેસાણા સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, RRI, MSHSSP, OHE ડેપો અને ગેંગ, મુખ્ય ટ્રાફિક કોલોનીનું સઘન થી નિરીક્ષણ કર્યું. તેમણે મહેસાણા ખાતે બે યુનિટ નવા ક્વાર્ટર્સ, ચિલ્ડ્રન પાર્ક અને ઓપન જિમ, ક્વાર્ટર મોડ્યુલ, નવીન ભવન ખાતે ઓફિસર્સ રેસ્ટ હાઉસ, ક્વિક વોટરિંગ સિસ્ટમ, ઈ-બીટ પેટ્રોલિંગ મેનેજમેન્ટ એપ અને એસ એન્ડ ટી ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. CGA ઉમેદવારોના પ્રશ્નપત્ર, રેલવે કર્મચારી માર્ગદર્શિકા, DA&R પત્રિકા, HRMS, SBF સુવિધાઓ અને ફરિયાદ બોર્ડ પોસ્ટર્સ, રોલિંગ સ્ટોક ડિપાર્ટમેન્ટની ઇનોવેશન અને ગુડ વર્ક પુસ્તિકા જેવી વિવિધ પુસ્તિકાઓ પણ બહાર પાડી, અને જાળવણી સ્ટાફ માટે FIBA, WSP ટેકનિકલ પુસ્તિકા બહાર પાડી. જગુદણ સ્ટેશન પર લેવલ ક્રોસિંગ નંબર 211 કિમી 732/0-1નું નિરીક્ષણ કરવામાં આવ્યું.ડાંગરવા સ્ટેશન પર ગેંગ નંબર 4નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડાંગરવાથી ખોડિયાર સ્ટેશન સુધી કુલ 27 કિલોમીટર માટે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલનું અવલોકન કર્યું.સાબરમતી સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓની સમીક્ષા. તેમણે સાબરમતી સ્ટેશન પર મોડ્યુલર બાયો ટોયલેટનું ઉદ્ઘાટન કર્યું. જનરલ મેનેજર દ્વારા અમદાવાદ સ્ટેશનને 5-S પ્રમાણપત્ર પ્રદાન કર્યું. આ નિરીક્ષણ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓ અને વિવિધ વિભાગોને જનરલ મેનેજર શ્રી કંસલના હસ્તે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમના નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, માન્ય ટ્રેડ યુનિયનો, સંગઠનો, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને મહાનુભાવોને મળ્યા અને મેમોરેન્ડમ સ્વીકાર્યું.આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ સહિત વિવિધ વિભાગોના વડાઓ, અમદાવાદ વિભાગના ડીઆરએમ શ્રી તરુણ જૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સલામતીના પાસાઓ, સલામતી, સ્ટાફની સુવિધાઓ, જાળવણી કાર્યો, માળખાકીય કાર્યના ધોરણો અને તમામ હિતધારકો જેવા કે જનપ્રતિનિધિઓ, સલાહકાર સમિતિના સભ્યો, ટ્રેડ યુનિયનો, જનતા વગેરે સાથે વાતચીત સાથે વાતચીત કરવી અને તેમના સૂચનો અને પ્રતિભાવો લેવાના હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button