વ્યાપાર

અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અધિકારીઓએ કાનપુર ખાતે સ્થાનિક કેન્દ્રીય GSTના અધિકારીઓના સહકારથી સર્ચ ઓપરેશનો હાથ ધર્યા

અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અધિકારીઓએ કાનપુર ખાતે સ્થાનિક કેન્દ્રીય GSTના અધિકારીઓના સહકારથી સર્ચ ઓપરેશનો હાથ ધર્યા

અમદાવાદ સ્થિત GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI)ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે 22.12.2021ના રોજ કાનપુર ખાતે સ્થાનિક કેન્દ્રીય GSTના અધિકારીઓના સહકારથી સર્ચ ઓપરેશનો હાથ ધર્યા હતા. આ સર્ચ ઓપરેશનો શિખર બ્રાન્ડ પાનમસાલા અને તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદક કાનપુર સ્થિત મેસર્સ ત્રિમૂર્તિ ફ્રેગનેન્સ પ્રા. લિ.ના ફેક્ટરી પરિસરો અને માલસામાનના પરિવહનમાં સંકળાયેલા કાનપુરના ટ્રાન્સપોર્ટ નગર સ્થિત મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સની ઓફિસો/ગોદામો ખાતે હાથ ધરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થયેલી બાતમી અનુસાર, ઉત્પાદક દ્વારા લાગુ થવા પાત્ર કરવેરા ચુકવ્યા વગર ચોરીછૂપીથી સામાનનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો હતો. અસ્તિત્વમાં ના હોય તેવી કંપનીના નામે બહુવિધ ઇનવોઇસ જનરેટ કરવા માટે ટ્રાન્સપોર્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ ઇનવોઇસ આખી ટ્રક ભરાઇ જાય એટલા ભારણ માટે રૂપિયા 50,000/- કરતાં ઓછા મૂલ્યના હતા, જેથી માલસામાનની હેરફેર કરતી વખતે ઇ-વે બિલ જનરેટ કરવાનું ટાળી શકાય. ટ્રાન્સપોર્ટર પણ ચોરીછૂપીથી મોકલવામાં આવતા આવા પૂરવઠાના વેચાણની પ્રક્રિયાની ચુકવણી રોકડથી એકત્ર કરી રહ્યા હતા અને પોતાનું કમિશન કાપી લીધા પછી તે ઉત્પાદકને પહોંચાડી રહ્યા હતા.અધિકારીઓ પ્રારંભિક તબક્કે તેમને સફળતાપૂર્વક આંતરી શક્યા હતા અને ફેક્ટરીના પરિસરની બહારથી આ મુજબની 4 ટ્રકો જપ્ત કરવામાં આવી હતી, જેને ઇનવોઇસ અને ઇ-વે બિલ વગર ફેક્ટરીમાંથી બહાર જવાની મંજૂરી આપી હતી, જેનાથી પ્રાપ્ત થયેલી બાતમી સાચી હોવાની પુષ્ટિ થઇ હતી.ફેક્ટરી પરિસરમાં, ભૌતિક સ્ટોકની તપાસ દરમિયાન, કાચા માલ અને તૈયાર ઉત્પાદનોની અછત ધ્યાને આવી હતી કારણ કે તૈયાર ઉત્પાદનોને ગુપ્ત રીતે લઇ જવામાં આવ્યા હતા. કંપનીના અધિકૃત વ્યક્તિએ કબુલ્યું હતું કે, GST વગર સામાનને રવાના કરવામાં આવ્યો છે.ટ્રાન્સપોર્ટર, મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સના પરિસરમાં ભૂતકાળમાં GSTની ચુકવણી કર્યા વગર સામાનની હેરફેર કરવામાં આવી હોય તેવા 200 કરતાં વધારે ઉપયોગમાં લેવાયેલા ઇનવોઇસ મળી આવ્યા હતા. ટ્રાન્સપોર્ટરે પણ કબુલ્યું હતું કે, ખોટા ઇનવોઇસની આડમાં ઇ-વેબ બિલ વગર સામાનની હેરફેર કરવામાં આવી રહી હતી અને વેચાણ પ્રક્રિયાઓની ચુકવણી રોકડમાં લેવામાં આવતી હતી, અને તે રકમ ઉત્પાદકને આપવામાં આવતી હતી. ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 1.01 કરોડ રોકડ પણ કબજે કરવામાં આવ્યા છે.બાતમીના આધારે, ઉત્તરપ્રદેશના કનૌજમાં મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોના રહેણાંક પરિસરો, જે 143, આનંદપુરી, કાનપુર ખાતે આવેલા છે અને જેઓ કથિત કંપનીને મુખ્યત્વે રોકડેથી પરફ્યુમરી કમ્પાઉન્ડ સપ્લાય કરે છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એવી આશંકા હતી કે, પરિસરમાં રોકડેથી થતી વેચાણ પ્રક્રિયાઓ ગુપ્ત રાખવામાં આવતી હતી.રહેણાંક પરિસરોમાં સર્ચ પ્રક્રિયા દરમિયાન, કાગળમાં મોટી માત્રામાં રોકડ રકમ લપેટીને રાખેલી મળી આવી હતી. કાનપુર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓની મદદથી આ રોકડ રકમની ગણતરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે 24.12.2021ની સાંજ સુધી ચાલશે. કુલ જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ રૂપિયા 150 કરોડ કરતાં વધારે હોવાનું અનુમાન છે.એજન્સીએ CGST અધિનિયમની કલમ 67ની જોગવાઇઓ હેઠળ રોકડ રકમ જપ્ત કરવાની દરખાસ્ત કરી છે, અને આગળની તપાસ બાકી છે.બાકી કરવેરાના લેણા તરીકે રૂ. 3.09 કરોડની રકમ પ્રાપ્ત કરવામાં આવી છે. સંવેદનશીપ પ્રકારની ચાલી રહેલી તપાસમાં જરૂરી અનુવર્તી કાર્યવાહીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button