ત્રણ મહિનાથી મહારાષ્ટ્ર રાજય સડક પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળ ચાલે છે,૬૦૦૦ કર્મચારીઓ બરતરફ

મહાષ્ટ્ર રાજય સડક પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળને ત્રણ મહીના પુરા થયા છે આવામાં હવે અનુશાસનાત્મક કાર્યવાહી હેઠળ છ હજાર કર્મચારીઓને સેવામાંથી બરતરફ કર્યા દેવામાં આવ્યા છે અને ૧૧ હજાર કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
નિગમનું કહેવુ છે કે તેમના તરફથી કર્મચારીઓની હડતાળ ખતમ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કર્મચારીઓ માન્યા નહીં આથી કડક પગલા ઉઠાવવામાં આવ્યા છે આ મામલાને લઇ કોર્ટે એક સમિતિ બનાવી છે જે સરકારની સાથે વિલયની તપાસ કરી આ અઠવાડીયે પોતાની ભલામણ રજુ કરશે
એ યાદ રહે કે ૯૬ હજાર કર્મચારીઓમાંથી ૨૭,૨૮૮ કર્મચારી જ કામ પર પાછા ફર્યા ત્યારબાદ ૨૫૦માંથી ૨૪૩ જેપોમાં કામકાજ શરૂ થયું એક અધિકારીએ તેને લઇ કહ્યું કે યોગ્ય સુનાવણી બાદ ૨૭૬ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે નવી બરતરફી બાદ હવે કુલ ૬૮૫૪ કર્મચારીઓ બરતરફ થઇ ચુકયા છે આ ઉપરાંત ૮,૦૬૭ અન્યને નોટીસ મોકલી તેમને કામ પર પરત ફરવા કહેવામાં આવ્યું છે આ સાથે જ ૧૧,૦૨૪ કર્મચારીઓને સેવાથી બરતરફ કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ કહ્યું કે નિગમની ૮,૨૮૪ બસો રાજયમાં કામ કરી રહી હતી. જે હડતાળને કારણે દોડી રહી નથી તમામ ઉપાયો બાદ પણ કર્મચારીઓ માન્યા નહીં નિયમિત બસો ન હોવાને કારણે સામાન્ય જનતાને ભારે પરેશાની થઇ રહી છે આ સાથે નિગમને દરરોજ નુકસાન થઇ રહ્યું છે.