ભાજપ નેતાઓથી નારાજ ઈન્સ્પેક્ટરે ચૂંટણી સભામાં રાજીનામું રાજીનામુ

ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરે ભાજપનાં ધારાસભ્ય સંગીત સોમ અને રાજ્ય મંત્રી દિનેશ ખટીક પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા
ઉત્તર પ્રદેશનાં પોલીસ ઈન્સ્પેક્ટર અજીત ભડાનાએ ભાજપ ધારાસભ્ય અને ભાજપ નેતાઓ પર મોટા આરોપ લગાવતા રાજીનામું આપી દીધું છે. આ પછી અજીત ભડાના સમાજવાદી પાર્ટીમાં જાેડાયા છે. બુલંદશહેરનાં વન વિભાગમાં તૈનાત નિરીક્ષક અજીત ભડાનાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ કાર્યકર્તાઓ ચૂંટણીમાં વોટ મેળવવા માટે તેમને સતત હેરાન કરી રહ્યા છે. ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરે ભાજપનાં ધારાસભ્ય સંગીત સોમ અને રાજ્ય મંત્રી દિનેશ ખટીક પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરે તો ત્યાં સુધી કહ્યું કે, ભાજપનાં લોકો મારું લોહી ચૂસી રહ્યા છે અને નોકરી આપવાને બદલે નોકરી લઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીનાં રાજકીય ગરમાવા વચ્ચે આ સમાચાર મેરઠનાં હસ્તિનાપુરથી સામે આવ્યા છે. આ સમાચારે ભાજપનાં ઘણા મોટા નેતાઓને ભીંસમાં લીધા છે. અજીત ભડાના, વન નિરીક્ષક એટલા નારાજ હતા કે તેમણે રાજીનામું આપી દીધું. અજિત ભડાનાએ કહ્યું કે, “તેમણે ભાજપ કાર્યકર્તાઓથી કંટાળીને પોલીસની નોકરી છોડી દીધી છે અને એસપીમાં જાેડાયા છે. આ બધું એસપી આરએલડી ગઠબંધનનાં ઉમેદવાર યોગેશ વર્માની હાજરીમાં થયું હતુ. મીડિયા સાથે વાત કરતા વન વિભાગનાં નિરીક્ષકે જણાવ્યું