રાજકારણ

ભાજપ સત્તામાં ન આવે ત્યાં સુધી ડિનર નહીં કરું, સાફો નહીં બાંધુંઃ દિગ્ગજ નેતાની પ્રતિજ્ઞા

રાજસ્થાનમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે પ્રદેશમાં જ્યાં સુધી પાર્ટી સત્તામાં નહી આવે ત્યાં સુધી તેઓ માળા અને સાફો નહી પહેરે તથા સાંજનું ભોજન પણ નહી જમે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચૂંટણી રેલી સંબોધન કરતા જણાવ્યુ કે મે સંકલ્પ લીધો છે કે ૨૦૨૩માં રાજ્સ્થાનમાં અમે કોંગ્રેસ પાર્ટીને જડથી ઉખાડીશું નહી અને ભાજપ સરકારને પ્રચંડ બહુમત નહી અપાવીએ ત્યાં સુધી હું માળા નહી પહેરું, સાફો નહી પહેરુ અને સાંજે ભોજન પણ નહી કરું.

સાફો રાજસ્થાનમાં પારંપરિક પાઘડીને કહેવામાં આવે છે. જેને નેતા સાર્વજનિક કાર્યક્રમોમાં પહેરવાનું પસંદ કરે છે. પુનિયાએ વિશ્વાસ અપાવ્યો કે ૨૦૨૩માં રાજસ્થાનમાં ભાજપની સરકરા બનાવશે. એક નિવેદનમાં તેમણે જણાવ્યુ હતુ કે અમને પુરો વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ અને મજબૂત નેતૃત્વમાં લોકપ્રિય નીતિઓ સાથે રાજસ્થાનમાં ૨૦૨૩માં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે.

મહત્વનુ છે કે પુનિયા ચૂંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશમાં છે. ૨૦૧૪માં રાજસ્થાન લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ નેતા સચિન પાયલટે પણ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર ન બને ત્યાં સુધી સાફો ન પહેરવાનો સંકલ્પ કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૮માં રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવતા સચિન પાયલટે સાફો પહેર્યો હતો

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button