બ્લેંડ વગર કરવામા આવેલા ઈંધણની કિંમત ૨ રૂપિયા વધારવામા આવશે આથી લીટર પેટ્રોલની કિંમત પર ૨ રૂપિયાનો વધારો ઝીકવામાં આવશે.

જાે આપ પણ ગાડી ચલાવો છો અને તેમાં પેટ્રોલનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છે. કારણ કે, સરકારે ફ્યૂલના ભાવને લઈને મોટા ર્નિણય કર્યો છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. બજેટ રજૂ કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યુ કે, હવે ૧ ઓક્ટોબરથી બ્લેંડ વગર કરવામા આવેલા ઈંધણની કિંમત ૨ રૂપિયા વધારવામા આવશે એટલે કે ૧ લીટર પેટ્રોલની કિંમત પર ૨ રૂપિયાનો વધારો ઝીકવામાં આવશે.
જાે બ્લેંડેડ ફ્યૂલની વાત કરીએ તો, બ્લેંડેડ ફ્યૂલ એ હોય છે, જેમાં પેટ્રોલની સાથે ઈથેનોલને મિક્સ કરવામાં આવે છે અને તેની પ્રોસેસિંગ કરવામાં આવે છે. તો વળી અનબ્લેંડ ફ્યૂલ એકદમ નેચરલ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ થતી નથી. બ્લેંડેડ ફ્યૂલને જ્યારે ઈથેનોલની સાથે ભેળવવામાં આવે છે, તો એ પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. પણ અનબ્લેંડેડ ફ્યૂલ પર્યાવરણ માટે સારૂ માનવામા આવતું નથી.તો વળી સરકારના આ પગલાથી લઈને અર્થશાસ્ત્રીઓનો અલગ મત છે. અર્થશાસ્ત્રી આકાશ જિંદલે જણાવ્યું હતું કે, સરકારના આ પગલાંથી દેશમાં બ્લેંડેડ ફ્યૂલનું ચલણ વધશે, કારણ કે તેમાં તેલ વેચતા લોકો પર ક્યારેય ર્નિભર રહેવું પડશે નહીં. સરકારે કંપનીઓને ૮ મહિનાનો સમય આપ્યો છે, જેમાં તેઓ બ્લેંડેડ ફ્યૂલ બનાવાને લઈને સેટઅપ તૈયાર કરી શકે. તો વળી પેટ્રોલના ભાવ વધી જવાના કારણે તેમણે જણાવ્યુ કે, સરકારનો આ ર્નિણય લોકો પાસેથી પૈસા કમાવાનો નહીં, પણ બ્લેંડેડ ફ્યૂલને ચલણમાં લાવવાનો છે.
હાલમાં દેશમાં ૮ ટકા ઈથેનોલ સાથે ફ્યૂલને બ્લેંડ કરવામાં આવે છે. અમુક રાજ્ય સંચાલિત કંપનીઓ જેવી કે, ઈંડિયન ઓયલ , હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ આવી કંપનીઓ પેટ્રોલમાં ઈથેનોલને ભેળવીને વેચે છે, તો વળી અમુક ખાનગી કંપનીઓ હજૂ પણ ઈથેનોલ વગર પેટ્રોલ વેચે છે. જાે સરકાર ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કરી દેશે, તો તેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે, કારણ કે, ભારતમાં હજૂ પણ ખાનગી કંપનીઓ પેટ્રોલમાં બ્લેંડીંગ કરતી નથી.