જુમલા ફોર ઈન્ડિયા, જાેબ્સ ફોર ચાઇના : રાહુલનો સરકાર પર કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીનાં મુદ્દે ફરી એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, “ભારત માટે જુમલા, ચીન માટે નોકરીઓપ મોદી સરકારે સંગઠિત ક્ષેત્ર અને સ્જીસ્ઈનો નાશ કર્યો છે, જ્યાં મહત્તમ નોકરીઓનું સર્જન થાય છે. પરિણામ – મેક ઇન ઈન્ડિયા હવે ચીન પાસેથી ખરીદો.”
રાહુલ ગાંધીએ ટ્વીટની સાથે વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચીનથી આયાતનાં આંકડા આપવામાં આવ્યા છે. આ મુજબ ૨૦૧૪થી ચીનમાંથી આયાત કેવી રીતે ઝડપથી વધી રહી છે. ૨૦૨૧માં ચીનમાંથી આયાતમાં ૪૬ ટકાનો વિક્રમી વૃદ્ધિ નોંધાઈ હતી. હવે ભારતમાં બેરોજગારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પછી સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ શરૂ થાય છે, જેમાં તેઓ બેરોજગારીની વાત કરી રહ્યા છે. રાહુલ કહે છે કે, “ગયા વર્ષે ત્રણ કરોડ યુવાનોએ નોકરી ગુમાવી. આજે દેશમાં છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. આ સરકારે અસંગઠિત ક્ષેત્ર અને નાના ઉદ્યોગો પર હુમલો કર્યો છે. આ હુમલો નોટબંધી અને ય્જી્ને ખોટી રીતે લાગુ કરીને કરવામાં આવ્યો છે. મેક ઈન ઈન્ડિયા અસંગઠિત ક્ષેત્રમાં લાગુ કરી શકાતું નથી, આ ક્ષેત્ર બરબાદ થઈ ગયું છે.”
રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં આરોપ લગાવ્યો હતો કે, યુપીએ સરકારે ૧૦ વર્ષમાં ૨૭ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ આ સરકારે ફરી ૨૩ કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. બે ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોરોનાનાં સમયે ઘણા વેરિઅન્ટ આવે છે, પરંતુ એક ‘ડબલ એ’ વેરિઅન્ટ છે જે દેશની અર્થવ્યવસ્થામાં વધી રહ્યો છે. મને મોટા ઉદ્યોગો સાથે કોઈ વાંધો નથી, તેમના પર ધ્યાન આપો, પરંતુ સમજાે કે આ મોટા ઉદ્યોગો રોજગાર પેદા કરી શકતા નથી. નાના અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગો જ યુવાનો માટે રોજગારીનું સર્જન કરી શકે છે.