રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીના નામે જુહુનો બંગલો ‘કિનારા’ કર્યો

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી માટે વર્ષ ૨૦૨૧ ક્યારેય ભુલાય તેવું નથી. ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાએ જામીન પર બહાર આવ્યા બાદ મોટું કામ કર્યું છે. અહેવાલ છે કે, તેણે પોતાનો જુહુનો બંગલો શિલ્પા શેટ્ટીના નામે કર્યો છે જેની કિંમત કરોડોમાં છે.
રાજ કુન્દ્રાનું સાચું નામ રિપુ સુદાન કુન્દ્રા છે અહેવાલ મુજબ, તેણે મુંબઈમાં તેનો બંગલો ‘કિનારા’નો આખો પહેલો માળ પત્ની શિલ્પા શેટ્ટીના નામે ટ્રાન્સફર કરી દીધો છે, આમાં ૫ ફ્લેટ છે. આ પ્રોપર્ટીની કિંમત ૩૮.૫ કરોડ જણાવવામાં આવી રહી છે. જુહુના આ બંગલામાં તે પોતાના પરિવાર સાથે રહે છે.
રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાની આ પ્રોપર્ટી ૩૮.૫ કરોડની છે, જેને તેણે હવે શિલ્પાના નામે ટ્રાન્સફર કરી દીધી છે. શિલ્પાનો જુહુનો બંગલો ૫,૯૯૫ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેમનો બંગલો બીચથી લગભગ ૩૦૦ મીટર દૂર બનેલો છે. ટ્રાન્સફર માર્કેટ વેલ્યુના હિસાબે, આ વિસ્તારની પ્રોપર્ટીની કિંમત રૂ. ૬૫,૦૦૦૦ સ્ક્વેર ફીટ છે અને એ જ માર્કેટ વેલ્યુ પ્રમાણે, શિલ્પાએ આ ફ્લેટ માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. ૧.૯ કરોડ ચૂકવ્યા છે. દસ્તાવેજાે અનુસાર, તે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ નોંધાયું હતું.
તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા, ત્યારપછી તે ઘણી વખત પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર થઈ ગયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી શબ્બીર ખાનની આગામી ફિલ્મ નિકમ્મામાં જાેવા મળશે.