ક્રાઇમ

રાજકોટ પોલીસ કમિશનર ઉઘરાણી કરે છે ઃ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગંભીર આરોપ લગાવ્યા

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ઉઘરાણીનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગોવિંદ પટેલે કહ્યું કે, મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસુલવામાં ટકાવારી લે છે. ૧૫ ટકા લેખે હિસ્સો માગ્યાનો ફરિયાદીનો પણ આરોપ રાજકોટ પોલીસ કમિશનર પર મૂકાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખ્યો છે. જેમાં ૧૫ ટકા લેખે હિસ્?સો માગી નાણા વસુલ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ગોવિંદ પટેલની ફરિયાદ નવી નથી. તે ભૂતકાળની સરકારથી ચાલી આવે છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા અગાઉ પણ મને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.
આ બાબતે ભોગ બનનાર વ્યક્તિના ભાઈ મહેશ સખીયાએ જણાવ્યુ કે, મારા નાના ભાઈની સાથે ૧૨ કરોડ રૂપિયાનો ફ્રોડ થયો. ત્યારબાદ મારા નાના ભાઈએ અમને આ બાબતે જાણ કરી હતી. એટલે પછી અમને થયું કે આ ફ્રોડ છે કારણ કે સામેથી અમારા પૈસા બે વર્ષથી આવતા નહોતા. તેથી હું અને મારા મિત્ર પોલીસ કમિશનર સાહેબને મળવા માટે ગયા હતા. ત્યારબાદ તેમને પીઆઇ વી.કે. ગઢવીને બોલાવ્યા. પીઆઇૈં ગઢવી અમને ઉપર લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ ફરીથી સીપી સાહેબને મળવા ગયા ત્યારબાદ પીઆઇએ અમારી પાસે આવીને કહ્યું કે, આ મામલે હું અરજી તમારી પાસે લઇ લઉં છું પણ આમથી રીકવરી જે થશે તેમાંથી ૩૦% સાહેબ આપવાનું કહે છે. એટલે મેં કહ્યું સાહેબ ૩૦% નહોય આ કઈ ગુનાહિત પ્રવૃત્તિમાંથી પૈસા લેવાના નથી. ત્યારબાદ આમાંથી અમારે ૧૫% રૂપિયા આપવાનું નક્કી થયું. આ પોલીસ દ્વારા સામેથી એટલે કે જે લોકોએ મારી સાથે ફ્રોડ કર્યું હતું તેમની પાસેથી પણ પૈસા લીધા છે. તેની સામે કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી. ત્યારબાદ અમારી પાસેથી ૭૫ લાખ રૂપિયાની ઉઘરાણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી ૫૦ લાખ રૂપિયા અમારા દ્વારા ઁજીૈં સાખરાને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ આ પૈસા લઇને ઝ્રઁ ઓફીસ પર ગયા હતા અને ત્યાં આ પૈસા આપવામાં આવ્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button