૫ વર્ષમાં તમામ ખેડૂતોને મફળ વિજળી,લવ જેહાદ પર ૧૦ વર્ષની જેલ અને ૧ વર્ષનો દંડ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને લોકકલ્યાણ સંકલ્પ પત્ર ૨૦૨૨ નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ યોગીની સાથે આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુનેગારોને આજે રાજકારણમાં કોઈ સ્થાન નથી. સીએમ યોગીએ ગુનામુક્ત બનાવવાનું કામ કર્યું છે. સીએમ યોગીએ પ્રશાસનનું રાજનીતિકરણ પણ બંધ કર્યું.તેમણે કહ્યું કે ૨૦૧૭ના સંકલ્પ પત્રમાં ૨૧૨ સંકલ્પ હતા, જેમાંથી ૯૨ ટકા ઠરાવો પૂર્ણ થઈ ગયા છે. આ વખતે ફરી ભાજપ યુપીમાં સીએમ યોગીના નેતૃત્વમાં બહુમતિથી સરકાર બનાવશે. પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬ હજાર રૂપિયા મોકલવાનું કામ કર્યું છે. બીજી તરફ, સીએમ યોગીએ સરકાર બન્યાના બે મહિનામાં નાના અને મધ્યમ ખેડૂતોની ૮૬ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવાનું કામ કર્યું.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રોજગારી અને સ્વાસ્થ્ય વિશે જણાવાયું છે કે – દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને રોજગારી અથવા સ્વરોજગારનો મોકો અપાશે,- રાજ્યના દરેક વિભાગની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,- સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રીમાં કોચિંગ અપાશે,- ૨ કરોડના ટેબ્લેટ અથવા સ્માર્ટફોન વહેંચવામાં આવશે,- દરેક ગ્રામપંચાયતમાં જિમ અને રમવા માટે મેદાન બનાવાશે,- લાઈફ સપોર્ટવાળી એમ્બ્યુલન્સની સંખ્યાં ડબલ કરી દેવાશે,- દરેક જિલ્લામાં ડાયાલિસિસ કેન્દ્ર,-એમબીબીએસ સીટ્સ બમણી કરાશે – ૬૦૦૦ ડોક્ટર અને ૧૦ હજાર પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરાશે
જયારે ખેડૂતો માટે મેનિફેસ્ટોમાં જણાવાયું છે કે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મફત મળશે,- ૫ હજાર કરોડની કૃષિ યોજના,- ૨૫ હજાર કરોડની સરદાર પટેલ એગ્રી-ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન,- બટાટા, ટામેટાં અને ડુંગળી જેવા દરેક પાક ટેકાના ભાવે ખરીદવા માટે ૧ હજાર કરોડ,- શેરડી ખેડૂતોને ૧૪ દિવસની અંદર ચુકવણી, મોડું થશે તો વ્યાજ સહિત ચુકવણી કરવામાં આવશે જયારે મહિલાઓ માટે જાહેરાત કરાઇ છે કે કોલેજ જતી દરેક મહિલાને ફ્રીમાં સ્કૂટી,ઉજ્જવલાનાં દરેક લાભાર્થીને દિવાળીમાં ૨ ફ્રી એલપીજી સિલિન્ડર,- કન્યા સુમંગલા યોજનામાં સીમા ૧૫ હજારથી વધારીને ૨૫ હજાર કરાઈ,- ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે રૂ. ૧ લાખની આર્થિક મદદ,- મિશન પિંક ટોઇલેટ માટે ૧૦૦૦ કરોડ,- વિધવા અને નિરાશ્રિત મહિલાઓને મહિને રૂ.૧૫૦૦ પેન્શન,- ૩ નવી મહિલા બટાલિયન,- ૧ કરોડ મહિલાઓને આર્ત્મનિભર બનાવવા માટે ૧ લાખ રૂપિયા સુધીની ન્યૂનતમ લોન અપાશે,- ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફતમાં યાત્રા,- મહિલા એથલીટોને ૫ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ જયારે મેનિફેસ્ટોમાં વિદ્યાર્થીઓ માટે – દરેક મંડળમાં એક યુનિવર્સિટી – અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી, આઝમગઢમાં મહારાજા સુહેલદેવ યુનિવર્સિટી. સહારનપુરમાં મા શાકુમ્ભરી દેવી યુનિવર્સિટી, લખનઉમાં યુપી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસ એન્ડ ફોરેન્સિક સાયન્સ, અયોધ્યામાં આયુષ શૈક્ષણિક સંસ્થાન, ગોરખપુરમાં ગુરુ ગોરક્ષનાથ આયુષ યુનિવર્સિટી, પ્રયાગરાજમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો ર્યુનિવસિટી અને મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્લ યુનિવર્સિટીનું કામ પુરૂ કરવામાં આવશે. – બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા પછી યોગીએ કહ્યું આ ૨૫ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર પત્ર છે. ૫ વર્ષ પહેલાં પણ અમે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. તે સંકલ્પોને મંત્ર બનાવીને જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. આગળ પણ જે કહીશું તે કરીને બતાવીશું.
ભાજપના ચૂંટણી ઢંઢેરાની અન્ય મોટી જાહેરાતો જાેઇએ તો – મેરઠમાં કોતવાલ ધન સિંહ ગુર્જર અથ્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર – લવ જેહાદ પર ૧૦ વર્ષની જેલ અને ૧ લાખનો ડંડ,- મેરઠ, રામપુર