રાજકારણ

ત્રિપુરામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, બે ધારાસભ્યએ પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડ્યા

ચૂંટણી પહેલા નેતાઓની પાર્ટી છોડુ અલગ પાર્ટીમાં જાેડાવુની પરંપરા યથાવત છે. જી હા, હવે દેશનાં ત્રિપુરા સ્ટેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જ્યા ભાજપનાં બે ધારાસભ્યએ પાર્ટીને અલવિદા કહી દીધુ છે અને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
ત્રિપુરાનાં ધારાસભ્યો સુદીપ રોય બર્મન અને આશિષ કુમાર સાહાએ સોમવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી, એમ ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે. બંને ધારાસભ્યો હવે કોંગ્રેસમાં જાેડાઈ ગયા છે. કોંગ્રેસમાં જાેડાતા પહેલા બંને ધારાસભ્યો દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. ૬૦ સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં પાર્ટીની સંખ્યા હવે ઘટીને ૩૩ થઈ ગઈ છે. કોંગ્રેસમાં જાેડાયા બાદ બર્મને કહ્યું, ‘ઘણા ધારાસભ્યો તૈયાર છે, પરંતુ કદાચ તેઓ ટેકનિકલ કારણોસર થોડા વધુ મહિના રાહ જાેવા માંગે છે. પાર્ટીથી દરેકનો મોહભંગ છે. મને લાગે છે કે ગુજરાત અને હિમાચલની સાથે ત્રિપુરામાં પણ ચૂંટણી થઈ શકે છે. જણાવી દઇએ કે, આ પહેલા ૨૯ જાન્યુઆરીએ ભાજપનાં બળવાખોર ધારાસભ્ય સુદીપ રોય બર્મને ત્રિપુરા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકશાહી નથી અને અહીં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. સાથે જ, પાર્ટી છોડવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ભવિષ્ય વિશે તેમના લોકોને પૂછ્યા પછી જ ર્નિણય કરશે. ત્રિપુરામાં ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
સુદીપ રોય ત્રિપુરા સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકશાહીનું કોઈ સ્થાન નથી કારણ કે લોકશાહીનો ઓક્સિજન ખતમ થઈ ગયો છે. સુદીપે રાજ્યમાં લોકોનો અવાજ દબાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button