એએમસીનું સુધારા સાથેનું બજેટ રજૂ, ડ્રાફ્ટ બજેટમાં કુલ ૬૯૬ કરોડ રૂપિયાનો વધારો કરાયો

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩નું સુધારા સાથેનું બજેટ રજૂ થયુંપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રૂપિયા ૮ હજાર ૮૦૭ કરોડનું સુધારેલું બજેટ રજૂ કર્યુંપ ડ્રાફ્ટ બજેટમાં કુલ ૬૯૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છેપ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રૂપિયા ૮ હજાર ૧૧૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.
ભાજપી સાશકો કમિશ્નરના ડ્રાફ્ટ બજેટમાં સુધારા કરી બજેટ રજૂ કર્યું હતું જે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દ્વારા સુધારા બજેટ રજૂ કરાયું હતું જેમાં ભાજપ દ્વારા રૂ.૬૯૬ કરોડના સુધારા મુકાયા સાશકોના સુધારા બજેટનું કદ રૂ.૮૮૦૭ વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૮૧૧૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નરે મૂક્યું છે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નવા કેટલાક ફ્લાયઓવર અને અન્ડરપાસની જાેગવાઈ કોર્પોરેટર, કમિટી ચેરમેન અને ડે.ચેરમેન ના સ્પેશ્યલ બજેટમાં વધારાની જાેગવાઈ નવી પાણીની ટાંકીઓ, ડ્રેનેજ લાઈન અને નવા રોડ બનવવાની જાેગવાઈ
ટકાઉ રહે એવા પ્લાસ્ટિક મટીરીયલ રોડ બનાવવા માટે ખાસ નાણાંકીય જાેગવાઈ મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા વિવિધ સ્થળોએ ફ્લાયઓવર બનાવવાની જાેગવાઇ કરવામાં આવી છે.