ગુજરાત

અમદાવાદ ના શાહપુર પોલીસ સ્ટેશનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શાહપુર પોલીસ સ્ટેશનના PI.ACP.તેમજ DCP. સહિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શાહપુર પોલીસ સ્ટેશનના તમામ મહિલા સ્ટાફ સહિત શાહપુર પોલીસ સ્ટેશન PI.ACP. તેમજ DCP શ્રી સહિત મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

આવા અનેક સામાજિક કાર્યક્રમ કરીને શાહપુર પોલીસ સ્ટેશન માં અનેક વાર દેશહિત ના કામ અને સામાજિક કામ અને સેવાઓ માં એક અલગ નામ બનાવ્યું છે,

આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જો વાત કરવામાં આવે તો.
મહિલાઓની આર્થિક, રાજનૈતિક અને સામાજિક ઉપલબ્ધિઓના ઉત્સવના રૂપમાં આ દિવસ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સમાનતા માટે અવાજ ઉઠાવવાનો છે. તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ ની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં 8 માર્ચ 1909માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો હતો. સોશલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ ન્યૂયૉર્કમાં 1908માં ગારમેંટ વર્કર્સની હડતાલને સન્માન આપવા માટે આ દિવસની ઉજવણી શરૂઆત કરી હતી. યૂરોપમાં મહિલાઓએ 8 માર્ચે પીસ એક્ટિવિસ્ટને સપોર્ટ કરવા માટે રેલીઓ કરી હતી. આધિકારીક રીતે યૂનાઈટેડ નેશન્સે આઠ માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

ગિરીશ એસ બારોટ
(NS NEWS )

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button