૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ, આગામી દિવસોમાં કુલ ૧૧ દિવસ બેંક બંધ રહેશ

બેંકોના કર્મચારીઓ આગામી ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડશે. બેંકના કર્મચારીઓ સરકારને શ્રમિક અને જનવિરોધી ગણાવીને હડતાળ પાડી રહ્યા છે. હડતાળ માટે સેન્ટ્ર્લ ટ્રેડ યૂનિયન્સ અને અન્ય સંગઠનોએ ૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં દેશની તમામ બેંકોના કર્મચારીઓ સામેલ થશે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ ની કેન્દ્રીય કમિટીએ આ હડતાળમાં સામેલ થવાનો ર્નિણય કર્યો છે. હડતાળના બે દિવસ ગણી લેવામાં આવે તો ફેબ્રુઆરીના બાકી રહેતા દિવસોમાંથી બેંકો કુલ ૧૧ દિવસ બંધ રહેશે.
સંગઠનના મહાસચિવ સીએચ વેંકટચલમે તમામ બેંકો, સંઘો અને સભ્યોને એક પત્ર લખીને આ જાણકારી આપી છે, તેમજ આ હડતાળમાં સામેલ થવા માટે તૈયાર રહેવા કહ્યું છે. તેમણે કહ્યુ કે યૂનાઇટેડ ફોરમ ઑફ યૂનિયન્સે બે સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં ગત વર્ષે ૧૫ અને ૧૬ માર્ચના રોજ હડતાળ કરી હતી. એસોશિએશનના જણાવ્યા પ્રમાણે આ ફક્ત લોકોનું જીવન બચાવવા માટેની લડાઈ નથી, પરંતુ આવું અર્થતંત્રને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં તેમજ સરકારની યોજનાનો વિરોધ કરવા માટે બેંક યૂનિયને ગત ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ પણ હડતાળ કરી હતી. એ સમયે બેંક હડતાલની અસર એસબીઆઇ પીએનબી સેન્ટ્રલ બેંક અને આરબીએલ બેંકની કાર્યવાહી પર પડી હતી. ચેક ક્લિયરિંગ, ફંડ ટ્રાન્સફર, ડેબિડ કાર્ડ સાથે જાેડાયેલા કામ અટકી ગયા હતા.
ફેબ્રુઆરી મહિનામાં બાકી રહેતા દિવસોમાં જાે હડતાળના બે દિવસને પણ ગણી લેવામાં આવે તો કુલ ૧૧ દિવસ બેંકો બંધ રહેશે. કયા કયા દિવસે બેંકો બંધ રહેશે તેની યાદી નીચે પ્રમાણે છે.
૧) ૧૫ ફેબ્રુઆરીઃ મોહમ્મદ હઝરત અલી/લુઈ-નાગઈનો જન્મ દિવસ. ઇમ્ફાલ, કાનપુર અને લખનઉમાં બેંકો બંધ રહેશે.
૨) ૧૬ ફેબ્રુઆરીઃ આ દિવસે ગુરુ રવિવદાસ જયંતિ છે. ચંદીગઢમાં બેંકો બંધ રહેશે.
૩) ૧૮ ફેબ્રુઆરી ઃ ડોલયાત્રાને કારણે કોલકાતામાં બેંકો બંધ રહેશે.
૪) ૧૯ ફેબ્રુઆરીઃ છત્રપતિ શિવાજી જયંતિને કારણે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત રવિવારને પગલે (૧૩, ૨૦ અને ૨૭ ફેબ્રુઆરી) તેમજ બીજા અને ચોથા શનિવારને કારણે (૧૨ અને ૨૬ ફેબ્રુઆરી) બેંકો બંધ રહેશે.