કોરોનાના નવા કેસમાં સામાન્ય વધારો, ૨૪ કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૧ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં આજે સામાન્ય વધારો જાેવા મળ્યો છે. કોરોનાના કારણે ૧,૨૧૭ લોકોના મૃત્યુ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં ૧,૭૦,૮૭,૦૬,૭૦૫ ડોઝ પણ અપાઈ ચૂક્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૧,૩૬૫ કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા સામાન્ય વધારો જાેવા મળ્યો છે. ગઈ કાલે કોરોનાના નવા ૬૭,૫૯૭ કેસ નોંધાયા હતા. હાલ દેશમાં ૮,૯૨,૮૨૮ લોકો સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એક દિવસમાં ૧,૭૨,૨૧૧ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬.૭૦ ટકા છે.
કોરોનાથી એક દિવસમાં ૧,૨૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે એક દિવસમાં ૧,૧૮૮ લોકોના કોરોનાથી મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૫,૦૫,૨૭૯ થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ ૪.૫૪% છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૪.૪૬ કરોડ કોરોના ટેસ્ટ થયા છે.