*96 લાખ ના ખર્ચે નંદેશરી ખાતે નવા પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું,

નંદેશરી ખાતે નવા પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું,
8 માર્ચ એટલે આંતરરાટ્રીય મહિલા દિવસ જે મહિલાઓની આર્થિક, રાજનૈતિક અને સામાજિક ઉપલબ્ધિઓના ઉત્સવના રૂપમાં આ દિવસ મનાવવામાં આવતો હોય તો તેવામાં નવા નંદેશરી પોલીસ સ્ટેશન નું લોકાર્પણ વડોદરા ના લોકસભા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ , મેયર શ્રીમતી જીગીશા બેન શેઠ તથા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.
નવા નંદેશરી પોલીસ સ્ટેશન ના લોકાર્પણ માં વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જીગીશાબેન શેઠ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, યોગેશ ભાઈ પટેલ , જીતુભાઇ સુખડીયા, કેતનભાઈ ઇનામદાર આ તમામ ધારાસભ્ય તથા વડોદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાથે તેઓના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા,
વધુમાં નંદેશરી પોલીસ સ્ટેશન ના PI એ,કે, વડિયા સાહેબ પણ તેઓના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા,
નંદેશરી એસ્ટેટ ના તમામ કંપનીઓ ના માલિકો પણ આ લોકાર્પણ માં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું હતું કે
જુના પોલીસ સ્ટેશન ની નાની બિલ્ડીંગ હોવાથી અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો,
નવા પોલીસ સ્ટેશન માં જરૂરિયાત ની પૂરતી સુવિધાઓ હોવાથી પોલીસ સ્ટાફ પણ એક સારા વાતાવરણમાં બેસી ને અને સારા પ્રભાવ ના સાથે 24 કલાક લોકો ની સેવા અને રક્ષા કરતા રહેશે,
નંદેશરી ના નવા પોલીસ સ્ટેશન બનાવવાનો સમગ્ર ખર્ચ નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પૂરો પાડવામાં આવેલ છે,
96 લાખ ના ખર્ચે નવા પોલીસ સ્ટેશન નું નિર્માણ થયું છે,
નંદેશરી પોલિશ સ્ટેશન એ એક સ્માર્ટ પોલીસ સ્ટેશન ની હરોળ માં આવી ગયું છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
(NS NEWS) નૈતિક સમાચાર