રાજકારણ

સરકાર બની તો બાઇક પર ત્રણ લોકોના બેસવા પર દંડ લગાવવામાં આવશે નહીં. ઓમપ્રકાશ રાજભર

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીના પહેલા તબકકાના મતદાન પહેલ પહેલા મતદારોને લલચાવવા માટે રાજનીતિક પાર્ટીઓ પોત પોતાના ધોષણા પત્ર સકલ્પ પત્ર જારી કર્યા છે અને નેતાઓ અજીબોગરીબ વચનો કરવા માટે પણ પીછેહટ કરી રહ્યાં નથી વારાણસીમાં વાતો વાતોમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે જનતાથી અજીબોગરીબ વચન આપ્યું છે.
તેની વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે.રાજભરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ટ્રેનની ૭૦ બેઠકો ઉપર ૩૦૦થી વધુ યાત્રી સફર કરે છે અને ટ્રેનને દંડ થતો નથી આવી જ રીતે નવ સવારી બેસાનાર જીપમાં પણ જયારે ૨૨ લોકોને લઇ જાય છે તેના પર પણ દંડ લગાવવામાં આવતો નથી જાે બાઇક પર ત્રણ લોકોને બેસાડવામાં આવે તો દંડ કેમ લગાવવામાં આવશે,સામાન્ય જનતાને કેમ પરેશાન કરવામાં આવે છે.
તેમણે આગળ કહ્યું કે જાે પ્રદેશમાં તેમની સરકાર બનશે તો બાઇક પર ત્રણ લોકોની સવારી કરવાની છુટ આપવામાં આવશે તેના માટે તેમને દંડ લગાવવામાં આવશે નહીં તેમણે કહ્યું કે જાે આમ ન થઇ શકે તો જીપ અને ટ્રેન પર દંડ લગાવવામાં આવે
સુભાસપા અધ્યક્ષે આગળ કહ્યું કે પ્રદેશ સરકાર પર હુમલો કરતા કહ્યું કે ભાજપ શાસનકાળમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પર જેટલા અપરાધિક કેસ હતાં તમામ ખતમ કરાવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી યોગી અખિલેશ યાદવ અને જયંત ચૌધરી બાદ ત્રીજા ઓમપ્રકાશને ભુલી ગયા છે જે પરમાણુ બોંબ છે.આવનાર ૧૦ માર્ચે ભાજપને સત્તાથી બહાર કરી અખિલેસ યાદવને મુખ્યમંત્રી પદના સોગંદ અપાવીશું
એ યાદ રહે કે યુપી વિધાનસભા ચુંટણી માટે રાજભરની પાર્ટીએ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીથી ગઠબંધન કર્યું છે પ્રદેશની ૪૦૩ બેઠકો પર સાત તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચની વચ્ચે મતદાન થનાર છે જેની મતગણતરી ૧૦ માર્ચે થશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button