ગુજરાત

રૂપિયા દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાલેજ – વલણ મ‍ર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતુમુહુર્ત કરાયું .

રૂપિયા દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાલેજ – વલણ મ‍ર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતુમુહુર્ત કરાયું હતુ…

  રૂપિયા દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાલેજ – વલણ માર્ગનું કરજણ – શિનોર બેઠકના યુવા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. વડોદરા જિલ્લાના સૌથી મોટી વસ્તી ધરાવતા વલણ ગામમાં વધી રહેલા વાહનોને પગલે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ તેમજ હાલ જે માર્ગ સાંકડો છે તે માર્ગને પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત થતા વલણના ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

પાલેજ – વલણ માર્ગ પહોળો બનતા વાહનચાલકોને ખુબ મોટી રાહત મળશે. પાલેજ – વલણ માર્ગ ઉપર એક હોસ્પિટલ, એક ઇંગ્લિશ શાળા તેમજ બચ્ચોં કા ઘર અાવેલું હોવાથી વધતા જતા ટ્રાફિકને પગલે માર્ગ સાંકડો પડતો હતો. ધારાસભ્ય અક્ષય પટેલ અા બાબતે અંગત રસ લઇ રૂપિયા દોઢ કરોડના ખર્ચે માર્ગ મંજુર કરાવતા વાહનચાલકોને હવે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. અા પ્રસંગે વલણ ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સિરાજભાઇ ઇખરીયા, અબ્દુલભાઇ મટક સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button