પાંચ વર્ષમાં પોલીસ એન્કાઉન્ટરમાં ૬૫૫ના મોત નિપજયાં છે

દેશમાં પોલીસ એકાઉન્ટરમાં યોજાનાર મોતો પર સતત સવાલ ઉઠતા રહે છે.ગત કેટલાક વર્ષોથી એવું માનવામાં આવે છે કે ઉત્તરપ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં સૌથી વધુ મોત થયા છે પરંતુ આંકડા અલગ વાત કહી રહ્યાં છે.
લોકસભામાં ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ પોલીસ એન્કાઉન્ટરમાં થયેલ મોતોને લઇ સવાલ કરવામાં આવ્યો હતો તેનો જવાબ ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે આપતા કહ્યું કે પાંચ વર્ષમાં દેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ૬૫૫ લોકો માર્યા ગયા છે આ આંકડા ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીના છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે પાંચ વર્ષમાં દેશમાં પોલીસ એન્કાઉટરમાં સૌથી વધુ મોત છત્તીસગઢમાં થયા છે અહીં ૧૯૧ લોકો માર્યા ગયા છે બીજા નંબર પર ઉત્તરપ્રદેશ છે જયાં ૧૧૭ લોકોના મોત થયા છે.બંધારણમાં કયાંય પણ એન્કાઉન્ટરનો ઉલ્લેખ નથી કાનુનમાં એન્કાઉન્ટરને કાયદેસર ઠેરવવાની જાેગવાઇ નથી પરંતુ કેટલાક એવા નિયમ જરૂર છે જે પોલીસને અપરાધિઓ પર હુમલો કરવા અને આ દરમિયાન અપરાધીના મોતને યોગ્ય ઠેરવવાનો અધિકાર આપે છે.સીઆરપીસીની કલમ ૪૬ અનુસાર જાે કોઇ અપરાધી ખુદની ધરપકડથી બચવાનો પ્રયાસ કરે અથવા પોલીસની પકકડથી ભાગવાનો પ્રયાસ કરે અથવા તો પોલીસ પર હુમલો કરે છે તો આવી સ્થિતિમાં પોલીસ જવાબી હુમલો કરી શકે છે.