ઉત્તરાખંડમાં ૨ કરોડથી વધુની નકલી દવા અને ઉપકરણ મળ્યા

ઉત્તરાખંડના ઉધમસિંહનગરના કુંડા પોલીસે એક મકાન પર દરોડો પાડી નકલી દવાઓની ફેકટરીની માહિતી લગાવી હતી અને ઘટના સ્થળેથી કરોડોની દવાઓ અને રો મટેરિયલ કબજે કર્યું છે આ દરમિયાન ૧૦ લોકોને હિરાસતમાં પણ લીધા હતાં.આ માહિતી એસએસપી વરિંદરજીતસિંહે આપી હતી
મળતી માહિતી અનુસાર પોલીસે કુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઘરમાં ફેકટરી લગાવી બ્રાંડેડ કંપનીઓની નકલી દવાઓ બનાવવાની માહિતી મળી હતી આ માહિતી પર પોલીસે દરોડો પાડયો તો ઘટના સ્થળેથી સિપ્લા અને અન્ય કંપનીઓની નકલી દવાઓનો મોટો જથ્થો મળ્યો પકડાયેલી નકલી દવાઓના જથ્થાની કીંમત બે કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે જયારે ફેકટરીમાં લગભગ લાખ રૂપિયાની મશીન લાગેલ હતી પોલીસે નકલી દવાઓ બનાવવાની ફેકટરીમાંથી ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.
એસએસપી ઉધમસિંહનગર બરિંદરજીત સિંહે કહ્યું કે પોલીસે ઘટના સ્થળેથી ૧૪ પેટી યુરિમેકસ ડી,૧૦ રેપરના કટ્ટા સિપ્લા કંપની,૧૦ કટ્ટા ડાઇ બેસિસ ૬ કટ્ટા મેડ સ્ટાર્ચ ૨ કટ્ટા માઇક્રો ક્રિસ્ટલાઇન સૈલ્યુકોજ ૪ કટ્ટા મેગ્નિશિયમ સ્ટીરેટ ૨ પ્લાસ્ટિકની થેલી યુરીમૈકસ ડીનીખુલ્લી ગોળીઓ ૬૨ કિલો કબજે કર્યો છે.