કેનેડાના વડાપ્રધાન ટુડોએ ભારતમાં કિસાન આંદોલનને સમર્થન કર્યું હતું,હવે ખુદ ઘેરાયા

કોવિડ વેકસીનને અનિવાર્ય બનાવવા અને લોકડાઉનને લઇ કેનેડામાં ચાલી રહેલ પ્રદર્શનો પર દેશના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ચિંતા વ્યકત કરી છે અને કહ્યું છે કે આ પ્રદર્શન તાકિદે રોકવું જાેઇએ
જસ્ટિન ટુડોના પ્રદર્શનોને લઇ વાંધા પર ભારતમાં તેમને ઘેરવામાં આવી રહ્યાં છે.ટુડોએ ભારતના કિસાન આંદોલનને સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તેમની સરકાર હંમેશાથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સમર્થક રહી છે.આવામાં ટુડો પોતાના દેશમાં ચાલી રહેલ પ્રદર્શનોને લઇ કડકાઇ દાખવી રહ્યાં છે જેના પર ભારતમાં લોકો તેમને ઘેરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે ટુડોને ભારતથી માફી માંગવી જાેઇએ
એ યાદ રહે કે કેનેડામાં કોરોના વેકસીનને અનિવાર્ય કરવા અને લોકડાઉનની વિરૂધ્ધ હજારોની સંખ્યામાં ટ્રક ડ્રાઇવર પોતાની ટ્રકો લઇ પ્રદર્શન કરી રહ્યાં છે તેનાથી પાટનગર ઓટાવા સહિત ઓટારિયોના શહેર વિંડસરમાં જામ થઇ ગયો છે અને જનજીવ ઠપ્પ પડેલ છે.
આ પ્રદર્શનને લઇ કેનેડાના વડાપ્રધાને કહ્યું કે આ અસ્વીકાર્ય છે અને તેને તાકિદે અટકાવવું જાેઇએ તેમણે સંસદમાં કહ્યું કે નાકાબંધી ગેરકાયદેસર પ્રદર્શન અસ્વીકાર્ય છે આ બિઝનેસ અને ઉત્પાદકોને નુકસાન કરી રહ્યું છે આપણે પ્રદર્શનને ખતમ કરવા માટે બધુ જ કરવું જાેઇએ
ટુડોએ સોશલ મીડિયા દ્વારા પણ પ્રદર્શનોને લઇ કડક વાંધો જાહેર કર્યો એક ટિ્વટમાં તેમણે લખ્યું વિંડસર અને ઓટાવામાં નાકાબંધી નોકરીઓને ખતરામાં નાખી રહી છે બિઝનેસમાં અવરોધ બની રહી છે અર્થવ્યવસ્થાને ખતરામાં નાખી રહી છે અને આપણા લોકો માટે મુશ્કેલી પેદા કરી રહી છે પ્રદર્શનકારીઓને અટકાવવા જાેઇએ મેં આ બાબતમાં ઓટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડથી વાત કરી છે અમારી ટીમ ઓટોરિયાવાસિઓનું સમર્થન કરે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કામ કરતી રહેશે
ટુડોએ એક વધુ ટિ્વટમાં લખ્યું કેનેડાના લોકોને વિરોધ કરવાનો,પોતાની સરકારથી અસહમત થવાનો અને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે અમે હંમેશા તે અધિકારની રક્ષા કરીશું પરંતુ હું સ્પષ્ટ કરૂ છું કે પ્રદર્શનકારીઓએ અમારી અર્થવ્યવસ્થા અમારા લોકતંત્ર કે અમારા સાથી નાગરિકોના દૈનિક જીવનમાં અવરોધ ઉભો કરવાનો અધિકાર નથી તેને રોકવું પડશે
ટુડોની આ પ્રતિક્રિયાઓ પર ભારતના લોકો તેમને ઘેરી રહ્યાં છે ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ટુડોના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું છે કે જયારે પોતાના પર આવ્યું ત્યારે ટુડોને સમજ આવી ગયું તેમણે ટ્વીટમાં લખ્યું કિસાન આંદોલન દરમિયાન લોકોના દૈનિક જીવનમાં અવરોધ ઉત્પન કરવું ભારતમાં લોકતંત્ર અને શાંતિપૂર્ણ વિરોધનું સારૂ ઉદાહરણ હતું પરંતુ કેનેડામાં નહીં તે સમયે આપણા આંતરિક મામલામાં દખલ દેવી ટુડોની અપરિપકવતા અને ઉશ્કેરણીજનક વાત હતી હવે જયારે પોતાના દેશમાં જ આવું થઇ રહ્યું છે તો ટુડોને ખરાબ લાગી રહ્યું છે.
ભારતીય લેખક અશ્વિન સાંધીએ પણ ટુડોના તાજેતરના નિવેદન પર પોતાના ગત નિવેદનની યાદ અપાવી જયારે તેમણે કિસાન આંદોલનનું સમર્થન કર્યું હતું તેમણે પોતાના એક ટ્વીટમાં લખ્યું ટુડોએ ૨૦૨૦માં કિસાન આંદોલનને લઇ કહ્યું હતું કે કેનેડા દુનિયાભરમાં કયાંય પણ શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે હમેશા ઉભુ રહેશે સોશલ મીડિયા પર અન્ય લોકો પણ ટુડોના નિવેદન પર તેમને નિશાન બનાવી રહ્યાં છે.એક યુઝર્સે લખ્યું કે આશા કરૂ છું કે કેનેડામાં ભારતીય દુતાવાસ પ્રદર્શનકારીઓને સમર્થન આપવામાં પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યું હશે
એક અન્યે લખ્યું કે જસ્ટિન ટુડો ખુબ અપરિપકવ છે અને તે આ પ્રદર્શનોથી ભડકી ગયા છે તેમને ભારતના આંતરિક મામલામાં પોતાની બિનજરૂરી હસ્તક્ષેપને એક લોકતાંત્રિક દેશના વડાપ્રધાન હોવાને નાતે પાછું લેવું જાેઇએ