ક્રાઇમ

રાજકોટના વિવાદાસ્પદ તોડકાંડનો મામલો! કમિશ્નરની કરાઈ એકેડમીમાં પૂછપરછ કરાઇ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કમિશનના આક્ષેપમાં વિકાસ સહાય ડીજીપીને રીપોર્ટ સુપ્રત કરે તેવી શક્યતા છે. વિકાસ સહાય દ્વારા આ અંગે ગાંધીનગર અને રાજકોટના પક્ષકારોના નિવેદનો લેવાયા છે ડીજીપી વિકાસ સહાયએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ..ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી કે ગઢવી. પીએસઆઈ સાખરાના નિવેદન લીધા છે. તો સામે પક્ષે ડો તેજસ કરમટા જગજીવન સખીયા.. મહેશ સખીયા અને કિશનના નિવેદન અને પુરાવા લીધા છે. મહત્વનુ છે કે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ પછી ગૃહ વિભાગે કમિશનકાંડની તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસે કમિશન લીધાના નિવેદન પર સખીયા બંધુ વિકાસ સહાય સમક્ષ પણ અડગ રહ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં પહેલા ૫૦ લાખ અને પછી ૨૫ લાખ આપ્યા હોવાના નિવેદન પર જગજીવન સખીયા અડગ રહ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓ પર જમીન ખાલી કરાવવા અને ફસાયેલા નાણાં પરત ેલેવાના બદલામાં કમિશન લેવાના ગંભીર આક્ષેપને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જેમાં મંગળવારે ૭૫ લાખના તોડ કેસના ફરિયાદીના નિવેદન નોંધ્યા બાદ આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને વિકાસ સહાય દ્વારા નિવેદન નોંધાવવા માટે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, મિડીયાના પ્રશ્નોને ટાળવા માટે તેમનું નિવેદન ગાંધીનગર પોલીસ ભવન ખાતે ઓફિસના બદલે કરાઇ એકેડમીની ઓફિસ ખાતે બોલાવીને નિવેદન નોંધવામાં આવ્યું હતું.
રાજકોટના ધારાસભ્યના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કમિશન લઇને તોડબાજી કરવાના ગંભીર આક્ષેપની તપાસ કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશેષ તપાસ સમિતિ રચવામાં આવી છે. જેમાં ડીજીપી (ટ્રેનીંગ) વિકાસ સહાયને આ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. જે સંદર્ભમાં મંગળવારે મનોજ અગ્રવાલ પર ૭૫ લાખ રૂપિયાના તોડનો આક્ષેપ કરનાર ત્રણ ફરિયાદીના નિવેદનો લેવામાં આવ્યા હતા.
જેમાં તેમણે મુદ્દાસર નિવેદનો લખાવવાની સાથે વિકાસ સહાયને પુરાવા પણ આપ્યા હતા. જેમાં એક સાક્ષીનું નામ પણ આપ્યું હતું. જે બાદ તેમના નિવેદનોનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે ગુરૂવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમનું નિવેદન ગાંધીનગર પોલીસ ભવન ખાતે નોંધવાને બદલે વિકાસ સહાયે કરાઇ ખાતે આવેલી પોલીસ ટ્રેનીંગ એકેડમી પર મનોજ અગ્રવાલને બોલાવીને નિવેદન નોધ્યું હતું. જેમાં ફરિયાદી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને લઇને તબક્કા વાર પુછપરછ કરવાની સાથે આપવામાં આવેલા પુરાવા અગે પુછપરછ કરીને આશરે સાત થી આઠ પેજનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
જાે કે આ અંગે મનોજ અગ્રવાલને પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ તપાસ સમિતિ સાથે જાેડાયેલી એક ટીમ બુધવારે રાજકોટ પહોંચી હતી અને જેમાં કેટલાંક સૃથળોની મુલાકાત લેવાની સાથે ૧૦ જેટલા લોકો સાથે પુછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગે ત્રણ દિવસમાં આ રિપોર્ટ ફાઇલ કરવા માટે સુચના આપી હતી. પણ, તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવતા સમગ્ર આક્ષેપોની તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. જે બાદ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button