અસમના મુખ્યમંત્રીનો રાહુલ ગાંધીને સવાલ- શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો
ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કઈક એવું કહી નાખ્યું કે હંગામો મચી ગયો છે. કોંગ્રેસ અને તેના સમર્થકો સરમા પર નિશાન સાધી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે.
આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા ઉત્તરાખંડમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જનસભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું. હેમંતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે શું અમે ક્યારેય પ્રુફ માંગ્યું છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં? સીએમના આ નિવેદનની કોંગ્રેસે આકરી ટીકા કરી છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મુખ્યમંત્રી પર પલટવાર કરતા કહ્યું કે આ હેમંતાના છીછરાપણા અને છીછરા વિચારનો પુરાવો છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા, તેમની મેન્ટાલિટી જુઓ, જનરલ બિપિન રાવત આપણા દેશનું ગૌરવ હતા, તેમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી પરંતુ રાહુલ ગાંધી કહે છે કે પુરાવો આપો. શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં?
હેમંતાએ વધુમાં કહ્યું કે આર્મી પાસે તમને પુરાવો માંગવાનો શું અધિકાર છે. જાે આર્મીએ કહી દીધુ કે પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો છે તો ફોડ્યો છે. સેનાએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે તો કરી છે શું તમને બિપિન રાવત પર ભરોસો નથી? સરમાએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે અમેરિકા અને રશિયાએ સાથે મળીને ભારતે પણ રસી બનાવી પરંતુ કોંગ્રેસના લોકો રસી બનાવવાનું પ્રુફ માંગે છે. તેઓ અમેરિકા પાસે પ્રુફ કેમ નથી માંગતા જાે ભારત કઈ બનાવે તો તમને પ્રુફ જાેઈએ છે, પરંતુ પાકિસ્તાન કે ચીન બનાવે તો તમે વખાણ કરો છો.
આસામના મુખ્યમંત્રી હેમંતાએ કહ્યું કે હાલમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીનની સેના આગળ વધી રહી છે. પરંતુ તમે ચીનનો પ્રચાર કેમ કરો છો. રાહુલ ગાંધી બોલ્યા કે ભારતની સેના આગળ વધી રહી છે. આ બાજુ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આસામના સીએમના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે હાર સામે ભાળીને હેમંતા બિસ્વા સરમાએ માનસિક સમતુલન ગુમાવી રાજનીતિક દેવાળીયાપણાની બધી હદ પાર કરી લીધી છે. મોદીજીની નિષ્ઠા મેળવવા માટે પોતાની જૂની પાર્ટીને ગાળ આપવી જરૂરી છે. આ હેમંતા સરમાની છીછરાપણા અને છીછરી સોચનો પુરાવો છે.