રાજકારણ

ચન્ની સાહેબ બંન્ને બેઠકો પરથી પરાજીત રહેશે ઃ કેજરીવાલનો દાવો

પંજાબ વિધાનસભા ચુંટણીમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે.અમૃતસરમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અરણજીત સિંહ ચન્ની પર ભારે પ્રહારો કર્યા છે.કેજરીવાલે કહ્યું કે ચન્ની સાહેબ બે બેઠકોથી ચુંટણી લડી રહ્યાં છે.અમે બંન્ને બેઠકો પર ત્રણ વાર સર્વે કરાવ્યો અને તે બંન્ને બેઠકો પર હારી રહ્યાં છે ચમકૌર સાહિબમાં આપ ૫૨ ટકા અને ચન્ની સાહેબ ૩૫ ટકા છે.ભદૌરમાં આપના ૪૮ ટતા અને ચન્ના સાહેબ ૩૦ ટકા પર છે.જયારે તેઓ ધારાસભ્ય જ બની શકશે નહીં તો મુખ્યમંત્રી કેવી રીતે બનશે
ગેરકાયદેસર ખનન મામલામાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને કલીન ચિટ આપવા પર કેજરીવાલે કહ્યું કે એ પણ ચન્નીજીનો ચમત્કાર છે ખુદ જ તપાસ કરાવી લીધી તેમની પાસે જ તપાસ કરાવી જે કદાય તે રેતી ચોરીમાં સામેલ રહ્યાં હોય પોતાની તપાસ કોઇ કેવી રીતે કરાવી શકે તે પણ ચાર દિવસમાં તેમના ભત્રીજાએ કબુલ કર્યું કે તમામ પૈસા ચન્ની સાહેબના છે ત્યારબાદ પણ ઇડી ચન્ની સાહેબની ધરપકડ કેમ કરી રહી નથી
કેજરીવાલે કહ્યું કે અકાલી દળ દ્વારા ખોટા ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યાં છે કે જાે આપ સત્તામાં આવી તો ૧૦ વર્ષથી જુની ગાડીઓ બંધ કરવામાં આવશે એવું કાંઇ નથી આ ખોટું નિવેદન છે જયારે ભાજપના પ્રદર્શન પર કેજરીવાલે કહ્યું કે મને નથી લાગતુ કે તેની પાંચ બેઠકો પણ આવશે
ભગવંત માને કહ્યું કે પંજાબમાં ચુંટણી છે તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે પરંતુ કોંગ્રેસ સર્કસ બની ગઇ છે.પરસ્પર લડાઇઓ થઇ રહી છે રાજા અમરિંદરે કહ્યું કે મનપ્રીત સિંહ તેમને હરાવી રહી છે ચન્નીનો ભાઇ કોંગ્રેસને હરાવી રહ્યો છે.પટિયાલામાં રાની સાહિબા કોઇ અન્ય માટે પ્રચાર કરી રહ્યું છે.બીજી તરફ આમ આદમી પાર્ટી છે.બધુ એક છે અમે કોઇને લઇ નેગેટિવ બોલીશું નહીં સ્કુલ ઇડસ્ટ્રી માફિયા રાજ ખતમ કરવાની વાત કરી રહ્યાં છે લોકો અમારી સાથે છે અમારી સાથે પ્રજા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button