જીવનશૈલી

બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ ગુરૂવારથી શરૂ થશે

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર એક પછી એક છૂટછાટ આપી રહી છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ અને આંગળવાડીઓ શરૂ થશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘીએ આજે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ શરૂ થશે. ૧૭મી ફેબ્રુઆરીથી (ગુરુવાર) થી કોરોનાની એસઓપી પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજાે ચાલું છે. સ્કૂલો અને કોલેજાેમાં એસઓપી ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button