ક્રાઇમ
દેવભૂમિ દ્વારકામાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો, થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જામખંભાળિયા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામેના ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી છે.
મૂળ ખેડાના વતની મહિલા પોલીસ કર્મચારી મીરાબેન ચાવડાએ થોડા સમય પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.મહિલા પોલીસ કર્મીના આપઘાતને કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. વધુ તપાસ માટે જિલ્લા પોલીસ વડા સુનીલ જાેષી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડીને તપાસ હાથ ધરી હતી.