ક્રાઇમ

મુંબઈમાં દાઉદના ૧૦ સ્થળો પર ઈડીના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપની પર તેની પકડ વધુ કડક કરી છે. ઈડીએ મંગળવારે સવારે મુંબઈમાં ડી કંપની સાથે જાેડાયેલા ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા.સૂત્રોનું કહેવું છે કે ઈડીએ આ સ્થળોએથી ઘણા લોકોની અટકાયત કરી છે. સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે મહાઅઘાડી સરકારના ઘણા મંત્રીઓ અને નેતાઓ ઈડીના રડાર પર છે. જેમાં કેટલાક ભાગેડુ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ગયા અઠવાડિયે પીએમએલએ હેઠળ ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જે બાદ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાઉદની ડી કંપની ખંડણી અને હવાલાના ધંધામાં સામેલ છે.
દાઉદના ઠેકાણાઓ પરનો આ દરોડો એટલો મોટો છે કે મુંબઈના તમામ ઈડી યુનિટને દરોડા પાડવામાં લગાવવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ પહોંચી છે. ઈડીની આ મોટી કાર્યવાહી ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ સિન્ડિકેટ સામે થઈ રહી છે. ઈડીની ટીમ પારકરના ઘરે તપાસ કરી રહી છે. અહીંથી પણ તપાસ એજન્સી કેટલાક કનેક્શન મેળવી શકે છે. દાઉદને ભાગેડુ જાહેર કર્યા પછી, પારકર અંડરવર્લ્‌ડ ગેંગસ્ટરનો બિઝનેસ સંભાળે છે.
ઈડીના આ દરોડા મુંબઈના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં પડ્યા છે. આ વિસ્તારોમાં ડી કંપની વધુ સક્રિય હોવાનું કહેવાય છે. ઈડીએ ૨૦૧૮-૧૯માં દાઉદના ગુનેગાર ઈકબાલ મિર્ચીની મિલકતો જપ્ત કર્યા બાદ ડી-કંપની સામે તપાસ શરૂ કરી હતી. મુર્ચી દાઉદનો નજીકનો સહયોગી હતો. એવું કહેવાય છે કે મુર્ચી ભારતમાં દાઉદના ડ્રગ્સનો બિઝનેસ સંભાળતો હતો. વર્ષ ૨૦૧૩માં લંડનમાં તેમનું અવસાન થયું હતું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button