ક્રાઇમ

વડોદરામાંથી પંજાબના બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા ઝડપાય.

વડોદરા એસઓજીને સતનામસિંગ નરનજનસિંગ સંધુ તથા પરગટસિંઘ વડોદરા શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યાં હોવાની માહિતી જિલ્લા એસઓજીને મળી હતી. આ માહિતીના આધારે જિલ્લા એસઓજીની ટીમ નેશનલ હાઇવે નં-૪૮ પરની દુમાડ ચોકડી પાસે વાહન ચેકિંગમાં ગોઠવાઇ ગઇ હતી.
દરમિયાન, માહિતી મુજબની બાઇક પર સવાર બે વ્યક્તિ પોલીસની નજરે ચઢતા તેમને રોકી તપાસ કરતા તેઓ પાસેથી ૭ ગ્રામ ૩૦૦ મિલીગ્રામ આલ્કેલોઇડ (હેરોઇન) મળી આવતા સુરજીતસિંગ અને સતનામસિંગને દબોચી લેવામાં આવ્યાં હતા. જ્યારે આ નેટવર્કમાં શામેલ અન્ય એક સાગરીત પરગટસિંઘની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, ડ્રગ્સના કાળા કારોબારનુ નેટવર્ક પંજાબથી ચાલી રહ્યું છે.૧૪ ફેબ્રુઆરી એટલે કે, વેલેન્ટાઇન-ડે જેવા દિવસોમાં ડ્રગ્સનો કાળો કરોબાર ચલાવતા અને ડ્રગ્સના બંધાણી યુવાનો આ દિવસે ડ્રગ્સનું વધુ સેવન કરશે તેવુ માની સતનામસિંહ સંધુ અને પરગટસિંઘ હેરોઇનનો જથ્થો પંજાબથી લઇ વડોદરા આવ્યો હતો અને તે વડોદરાના યુવાનોને ડ્રગ્સ પુરૂ પાડી તેમને બંધાણી બનાવી રહ્યો હતો. ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ડ્રગ્સ લેવા આવતા યુવાનો “ચટ્ટા, સામાન” જેવા જુદા-જુદા કોડનો ઉપયોગ કરી ડ્રગ્સ મેળવી તેનું સેવન કરતા હતા. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button