સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો

એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલને લઇને સ્ટોક લિમિટ નક્કી કરતા તેલમાં ભાવ વધારો અંકુશમાં આવે તેવી આશા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યુ છે. ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. અનાજ,કઠોળ, તેલ, દાળ,દૂધ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં ઘર ચલાવવામાં ગૃહિણીને ફાંફા મારવાનો વારો આવ્યો છે. પરંતુ દિવસ જાય તેમ ભાવ ઘટવાને બદલે વધતા જઇ રહ્યા છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
મોટાભાગે ગૃહિણીઓ સિંગતેલનો વપરાશ કરતી હોય છે ત્યારે સિંગતેલમાં ૬૦ રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨હજાર ૩૬૦ રુપિયે પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ ૫૦ રુપિયાનો વધારો નોંધાતા તેલના ડબ્બાનો ભાવ ૨ હજાર ૧૫૦ રુપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન અને મકાઇના તેલના ભાવમાં પણ એક ડબ્બે ૫૦ રુપિયાનો વધારો થયો છે.
આ અંગે વેપારી જણાવે છે કે પામોલિન તેલનો નવો ડબ્બો ૨૨૦૦ રુપિયામાં મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો ૨૩૦૦ રુપિયામાં મળી રહ્યો છે. સોયાબીન પણ ૨૨૫૦ થી ૨૩૦૦ રુપિયાનો ડબ્બો મળી રહ્યો છે. આ બધા તેલમાં ભાવ વધારો થવાને કારણે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે.