દેશ દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચા પીવાનો રેટ રૂ.૩૭ લાખ, ફોટો માટે ૨૨ લાખ, ૧ વર્ષમાં કૉફી બુકથી ૫૦૬ કરોડની કમાણી કરી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદથી હટ્યા બાદ પણ વર્ષે કરોડો ડૉલરની કમાણી કરી રહ્યા છે. વ્યાવસાયિક રૂપથી સક્રિય ટ્રમ્પ અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પની સાથે હાઇ ટી એટલે કે ચાની મજા માણવાનો રેટ ૩૭ લાખ રૂપિયા છે. સમર્થકે ટ્રમ્પ સાથે ફોટો પડાવવા માટે ૨૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
ગત એક વર્ષમાં ટ્રમ્પે પોતાની કૉફી ટેબલ બુકથી જ લગભગ ૫૦૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. હકીકતમાં, રાષ્ટ્રપતિ બન્યા પહેલાં જ ટ્રમ્પ ધનકુબેર હતા. ટ્રમ્પ રિયલ એસ્ટેટ, ગોલ્ડ બાર, ફાઇનાન્સ સહિત અનેક બિઝનેસનું સંચાલન કરે છે. તેમનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. પરંતુ, હવે પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે તેમનો ધંધો વધુ ફૂલ્યોફાલ્યો છે. ડિસેમ્બરમાં ફ્લોરિડામાં એક ક્રિસમસ ઇવેન્ટ દરમિયાન ટ્રમ્પે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. આ દરેક કમાણી રાજકીય અભિયાનો માટે નથી જતી. અર્થાત્‌ કમાણીની આ રકમ રિપબ્લિકન પાર્ટીના ખાતાને બદલે ટ્રમ્પના પર્સનલ ખાતામાં જાય છે.
ટ્રમ્પની એક ઇવેન્ટમાં ઉપસ્થિત ડેનિયલ પોપસ્ક્યૂ કહે છે ટ્રમ્પ બારમાં ડ્રિન્ક પણ મોંઘાદાટ મળે છે. પરંતુ અહીંયા આવીને તમને અમેરિકાના એક મહાન રાષ્ટ્રપતિ સાથે હોવાની અદ્દભુત અનુભૂતિ થાય છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા બુક રૉયલ્ટી, બિલ ક્લિન્ટન સ્પીચ મેકિંગ તેમજ જાેર્જ ડબલ્યૂ બુશ માત્ર સ્પીચ મેકિંગથી જ કમાણી કરે છે. ટ્રમ્પનું બિઝનેસ મોડેલ સૌથી અલગ છે.
ટ્રમ્પની ‘મેક અમેરિકા ગ્રેટ’ અગેઈન’ કેપ્શન ધરાવતી કેપ અને ટી-શર્ટની ખૂબ જ બોલબાલા છે. ૩૭૦૦ રૂપિયાની કિંમતની આ ટોપી માત્ર પળવારમાં જ વેચાઇ જાય છે. ટેક્સાસ-એરિઝોનામાં આ વર્ષે ટ્રમ્પની પહેલી સભાઓમાં મોટી સ્ક્રીન પર પ્રોડક્ટ પ્રમોશન થયા. ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનના ઉપાધ્યક્ષ એરિક ટ્રમ્પનું કહેવું છે કે, ટ્રમ્પ હજુ પણ લોકપ્રિય નેતા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button