રાજકોટ બાદ સુરત પોલીસ વિવાદમાં ડીસીપી ભાભોર અને અડાજણ પોલીસના રાઇટર તથા અન્ય એક પોલીસકર્મી દ્વારા ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. બિલ્ડરનો આરોપ

રાજકોટ શહેરની પોલીસ પર એક પછી એક ગંભીર આરોપો થઇ રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટના પોલીસ કમિશનર સામે કમિશન માગવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ અનેક પોલીસ કર્મી સામે આક્ષેપો થયા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આવા જ એક વિવાદમાં ફસાય છે. સુરતમાં એક બિલ્ડર દ્વારા ત્રણ વર્ષ પહેલાના તત્કાલીન ડીસીપી સામે ૧૦ કરોડની લાંચ માગ્યા બાદ બે મળતીયા પોલીસકર્મી માટે ૫.૫૬ કરોડ રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચ્યું હોવાના ગંભીર આરોપો કર્યા છે. આ મામલે બિલ્ડર દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરીને સમગ્ર મામલે તપાસની માંગણી કરી છે. આ બિલ્ડર દ્વારા જે પોલીસકર્મી સામે આક્ષેપ કર્યા છે તે તત્કાલીન ડીસીપી ભાભોર છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં ઉદય છાસિયા નામનો વ્યક્તિ પરિવારના સભ્યો સાથે રહે છે. ઉદય બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે. ઉદય દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૩ વર્ષ પહેલાના તત્કાલીન ડીસીપી એમ.એસ. ભાભોર દ્વારા તેમની પાસેથી ૧૦ કરોડની લાંચ માંગવામાં આવી હતી. બિલ્ડર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડીસીપી ભાભોર અને અડાજણ પોલીસ સ્ટેશનના રાઇટર હિતેશ ચૌધરી અને અન્ય એક પોલીસકર્મી દ્વારા તેમની પાસેથી ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. ત્યારબાદ ૫.૫૬ કરોડ ફિક્સ કરવામાં આવ્યા હતા.
આ રકમ ફિક્સ થયા બાદ બળજબરીથી ભાભોરે લાંચ પેટે ૩૫ લાખ રૂપિયા રોકડા અને અન્ય કેટલીક મિલકતો લખાવી લીધી હતી. બિલ્ડર ઉદય છાસિયા દ્વારા રાજ્ય ગૃહમંત્રીને એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા તેની સામે ખોટા ૬ કેસ કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે, ૮ ફેબ્રુઆરીના રોજ બિલ્ડર ઉદય છાસિયાએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત ગાંધીનગરમાં કરીને તેમણે આ બાબતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ફરી મંગળવારે બિલ્ડર ઉદય ફરીથી રાજ્ય ગૃહમંત્રીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને મંગળવારના રોજ ગૃહમંત્રીને મળી બિલ્ડર દ્વારા તત્કાલીન ડ્ઢઝ્રઁ ભાભોર વિરુદ્ધના તમામ દસ્તાવેજી પુરાવા અને ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ આપ્યા હતા. બિલ્ડરની રજૂઆતને લઈ રાજ્યના ગૃહમંત્રી દ્વારા બિલ્ડરને ન્યાય અપાવવાની ખાત્રી આપી છે. મહત્ત્વની વાત છે કે બિલ્ડર ઉદય છાસિયા વર્ષ ૨૦૧૯ તત્કાલીન ભાભોર સામે ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ તેમની રજૂઆતનું કોઈ નિરાકરણ આવતું નથી.