જીવનશૈલી
માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ થશે!

હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.
આગામી બે અઠવાડિયા માટે તેની આગાહીમાં,આઇએમડીએ જણાવ્યું હતું કે, અઠવાડિયાના મોટાભાગના દિવસો માટે દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ૨૪ ફેબ્રુઆરીથી ૨ માર્ચની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની ધારણા છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, વિવિધ પરિમાણો સૂચવે છે કે આગામી બે અઠવાડિયા દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની કોઈ શક્યતા નથી.