ક્રાઇમ

લશ્કર-એ-તૈયબાને ગુપ્ત માહિતી મોકલનાર આઇપીએસ અરવિંદ નેગીની ધરપકડ કરાઇ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ હિમાચલ પ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની લશ્કર-એ-તૈયબાને ગુપ્ત માહિતી લીક કરવાના સંબંધમાં ધરપકડ કરી છે. નેગીની યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. નેગી પર લશ્કરના આતંકીને ગુપ્તચર દસ્તાવેજાે આપવાનો આરોપ છે.
તમને જણાવી દઇએ કે, ૨૦૧૧ બેચના આઈપીએસ અધિકારીને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હુર્રિયત ટેરર ફંડિંગ કેસની તપાસ બાદ તેમને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
એનઆઇએમાં ૧૧ વર્ષ અને ત્રણ મહિના સુધી ડેપ્યુટેશન પર રહ્યાં બાદ નેગીને તેમના કેડરમાં પાછા મોકલવામાં આવ્યા હતા. નેગી એનઆઇએમાં સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરનાર અધિકારીઓમાં સામેલ છે. નવેમ્બરમાં એનઆઇએએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓના ગુપ્તચર દસ્તાવેજાે લીક થયાની માહિતી આપ્યા બાદ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં.
આ કેસમાં એનઆઇએએ ૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ કેસ નોંધ્યો હતો.એનઆઇએ આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. એનઆઇએના જણાવ્યાં અનુસાર તપાસમાં નેગીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. ત્યાર બાદ તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે નેગીએ લશ્કરના એક આતંકીને ગુપ્ત દસ્તાવેજાે પહોંચાડ્યા હતાં.
આઇપીએસ અધિકારી નેગીને ટેરર ફંડિંગ કેસની તપાસમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ સન્માનિત કરવામાં આવ્યાં છે અને તેમની કામગીરીને જાેતા એનઆઇએ માં જ તેમને એસપી રેન્ક પર બઢતી આપવામાં આવી હતી. આ સાથે તેઓ પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએ ટીમમાં પણ સામેલ હતાં. આ સાથે નેગી એ ટીમના પણ ભાગીદાર હતાં કે જે ટીમ કાશ્મીરમાં આતંકવાદી-પોલીસ-રાજકીય સાંઠગાંઠની તપાસ કરી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button