રાજકારણ

યોગી આદિત્યનાથ ચૂંટણી પછી પૂર્વ મુખ્યમંત્રી બનશે.આદિત્ય ઠાકરે

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ઉત્તર પ્રદેશના ડોમરિયાગંજમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે ઉત્તર પ્રદેશમાં વિકાસ થવાનો છે. જેમ કોઈ રાજાને બહુમતી આપે, તેમ ઉત્તર પ્રદેશમાં ભાજપને એટલી જ બહુમતી મળી, પણ જે કંઈ સપના દેખાડવામાં આવ્યા, તે સપના માત્ર સપના જ રહી ગયા અને સપનાનો જુમલો બની ગયો. સપના સાચા ન થયા.
આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે, ચૂંટણી પછી યોગી આદિત્યનાથ પૂર્વ મુખ્યમંત્રી બનશે. ઉત્તર પ્રદેશમાં અન્યાય વધી રહ્યો છે. બીજી તરફ, નવાબ મલિકની ધરપકડ પર શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ચૂંટણી દરમિયાન રાજકીય ષડયંત્ર રચી રહી છે એમવીએના તમામ પક્ષો સાથે છે અને લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ૧૦ માર્ચ પછી તમે આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને જાેશો નહીં, તે અહીંથી દૂર થઈ ગઈ છે, સમજાે. જાે પરિવર્તનનું આ વાતાવરણ ચાલુ રહેશે તો ૨૦૨૪માં આ ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ દિલ્હીથી ભાગી જશે. તેમણે કહ્યું કે, શિવસેનાનું રાજકારણ ક્યારેય નફરતનું રહ્યું નથી. આપણા હાથમાં હિંદુત્વનો ભગવો ચોક્કસ છે, પણ આપણી સાથે હિંદુ, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી પણ છે. કોનું લોહી કોના શરીરમાં છે તે ૧૦ માર્ચે ખબર પડશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button