બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અગ્રવાલ પાસે બનેલી રેલવે બ્રિજ ના કોન્ટ્રાક્ટર દ્વારા રાહદારીઓને જીવના જોખમે મૂકી કામ કરવામાં આવી રહ્યું છે! તંત્ર કાર્યવાહી નહીં કરે તો મોટી હોનારત સર્જવાની સંભાવના !
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અગ્રવાલ પાસે બનેલી રેલવે બ્રિજ ના કોન્ટ્રાક્ટર દ્વારા રાહદારીઓને જીવના જોખમે મૂકી કામ કરવામાં આવી રહ્યું છે! તંત્ર કાર્યવાહી નહીં કરે તો મોટી હોનારત સર્જવાની સંભાવના !
છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ધાનેરામાં રેલવે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે જો વાત કરવામાં આવે આ કામગીરીને તો કોન્ટ્રાક્ટર દ્વારા લોકો તેમજ મજુરોના જીવના જોખમે કામગીરી કરવામાં આવી રહી છે એક તરફ વાહનો તેમજ લોકો પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ ક્રેન દ્વારા ભારે લોખંડ બ્રિજ પર ચડાવવામાં આવી રહ્યા છે લોકોની અવરજવર તેમજ વાહનો પર કદાચ આ ભારે લોખંડ પડે તો મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અગાઉ પણ આવી જ રીતે લોખંડ ની ભરી લોખંડની બ્રિજ ઉપર થી છુટી જતા એક બાઈક સવાર દંપતીને સામાન્ય ઇજા થઇ હતી તે બાદ પણ આ કોન્ટ્રાક્ટરની આંખ ન ખુલતા આજે પણ આવી જ રીતે કામગીરી કરવામાં આવી રહી છે મારે ધાનેરા સ્થાનિક તંત્ર તેમજ લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે પૂરતું ધ્યાન આપે નહીંતર આવનારા સમયમાં મોટી જાનહાનિ સર્જાય તો પણ કોઈ નવાઈની વાત નથી
બાજુભાઈ વણકર
ધાનેરા બનાસકાંઠા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/